________________
સૂત્રકતાંગ વાયુ, અથવા અગ્નિ તેમાં રહેલે, તે જેતે રહેવાથી તેમ થાય છે તે પછી તમે “ જીવ ” તે બીજા નામથી સ્વીકાર્યો છે. તેથી તમારે કરેલે વિતર્ક નકામે છે. ખરી રીતે તે એજ છે કે ભૂત જે જડ છે. તેમના મળવાથી પણ ચૈતન્યનું પ્રકટ થવું દુર્લભ છે. પૃથ્વી આદિ દરેક એકઠા કર્યા પછી પણ ચૈતન્ય દેખાતું નથી, કદી એમ કહેશે કે કાયાકાર પરિણત થયા પછી તે ચેતન પ્રકટ થાય છે. તે તેમ પણું નથી, કારણ કે લેપવાળી પ્રતિમામાં બધાં ભૂત એકઠાં કરવા છતાં પણ જડત્વજ દેખાય છે તેમજ અન્ય વ્યતિરેક વડે ચિતવતાં પણ આ ચેતન ગુણ ભૂતમાં ઉપ્તન્ન થવાને
ગ્ય નથી અને જો એમ માને કે આ શરીરમાંજ ઉપ્તન્ન થાય છે. તે આ છેવટના ઉપાયથી છવજ સિદ્ધ થશે તેથી પિતાને કદાગ્રહ મુકીને જીવ” જુદે માનવાને પક્ષ સ્વીકારે. વળી તમે પૂર્વે કહ્યું કે પૃથ્વી વિગેરેથી વ્યતિરિક્ત (જુદે ) આત્મા નથી. કારણ કે તેના ગ્રાહક પ્રમાણને અભાવ છે અને પ્રમાણ ફક્ત પ્રત્યક્ષ જ છે, ઈત્યાદિ તેને ઉત્તર જૈનાચાર્ય આપે છે કે પ્રત્યક્ષ જ પ્રમાણે માનવું, પણ ન અનુમાનાદિક, એ તમારું વચન અનુપાસિત ગુરૂ જેવું છે. કારણ કે” અર્થનું અવિ સંવાદક તે પ્રમાણુ કહેવાય, અને તમે પ્રત્યક્ષનું જ પ્રમાણપણું માને તે કેટલીક પ્રત્યક્ષ વ્યક્તિઓ ધમી પણ લઈને પ્રમાણ કરે છે. એ પ્રમાણે છે.