________________
આપ કે તેથી એ પ્રમાણે પ્રત્યક્ષ અનુમાનનું પ્રમાણપણું અપ્રમાણપણું સ્થાપવા જતાં તમારી અનુ ઈચ્છાએ પણ બળ જબરીથી અનુમાનને પ્રમાણપણે માનવું પડશે. વળી સ્વર્ગ અપવર્ગ દેવતા વિગેરેને પ્રતિષેધ (નિષેધ) કરતાં તમે કયા પ્રમાણુથી નિષેધ કરશે? પ્રત્યક્ષ પ્રમાણથી તે નિષેધ નહીં કરી શકે, કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણ પ્રવર્તતાને નિષેધ કરશે કે નાશ થતાને નિષેધ માનશે? હવે તે પ્રવર્તમાન તે દેખાતું નથી. કારણ કે તેના અભાવના વિષયપણાના વિરોધથી! (તે નથી એવું પ્રત્યક્ષ પ્રમાણ કેવી રીતે કહી શકે?) તેમ નિવર્તમાન થતું પણ પ્રત્યક્ષ નથી. કારણ કે “તે નથી” એવી તેના વડે ખાત્રી માનવી એ પણ અયુક્ત છે કેમકે વ્યાપકની નિવૃતિ (નાશ) માં વ્યાપ્તિની નિવૃતિ મનાય, પણ ચાર્વાક મતવાળાના મતમાં પ્રત્યક્ષ પ્રમાણુજ માનવા વડે સમસ્ત વસ્તુમાં વ્યાપ્તિ ન મનાય ન સધાય.) તેથી કેવી રીતે પ્રત્યક્ષ નિવૃત્તિમાં પદાર્થની વ્યાવૃત્તિ સાધે? તેથી રવજ્ઞદિને નિષેધ કરવા જતાં ચાર્વાકે અવયે (વિના ઈચ્છાએ) પ્રત્યક્ષ પ્રમાણ વિના બીજ પ્રમાણે માની લીધાં! વળી તેણે અન્યના અભિપ્રાયના વિજ્ઞાનને સ્વીકારવાથી અહી ખુલી રીતે બીજાં પ્રમાણ માન્યાં છે, નહીં તે કેવી રીતે બીજાને બંધ કરવા