________________
સૂત્રકૃતાંગ.
જૈન સિદ્ધાંતમાં કહે છે કે “ જીવનુ અસ્તિત્વ ડાય તાજ જ્ઞાનાવરણીયાદિ કનુ બંધન છે. અને તેના હેતુ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ વિગેરે તથા પરિગ્રહ આરભ વિગેરે છે. તેને તેડવાના ઉપાય સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર છે તેના આરાધવાથી જ મેક્ષ છે. આવું જે જૈન ગ્રંથામાં અતાવેલું છે તે ગ્રંથાને શ્રમણ એટલે ઔદ્ધ સાધુ તથા બ્રહસ્પતિ મતના અનુસરનારા બ્રાહ્મણા જિનેશ્વરના કહેલા ગ્રંથાને ઉલ‘ઘીને પરમાર્થને ન જાણતાં અનેક પ્રકારે પોતાના માનેલા રચેલા સિદ્ધાંતામાં આગ્રહી છે જેમકે મેંદ્રો કહે છે કે
પર
સુખ દુઃખ, ઇચ્છા, દ્વેષ જ્ઞાનનો આધારભૂત આત્મા કોઇ પણ નથી કિ ંતુ ફક્ત “ વિજ્ઞાન ” એ એકલુજ સ‘સારમાં વર્તે છે અને બધા સ'સ્કારો ક્ષણમાત્ર રહેનારા છે. તથા સાંખ્યમતવાળા એવું કહે છે કે
સત્વ, રજ, તમઃની સામ્ય અવસ્થા પ્રકૃતી છે પ્રકૃતિથી મહાન્ બુદ્ધિ મહાનથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેનાથી ગણુ ષોડશક. એટલે સાલ ગુણ્ણા તેનાથી પાંચભૂત અને ચૈતન્ય તે પુરૂષનુ સ્વરૂપ છે વિગેરે-વળી વૈશેષિક એમ કહે છે
દ્રવ્ય, ગુણુ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય આ છ પદાર્થોં છે; નૈયાયિક એમ કહે છે, કે