________________
સૂત્રકૃતાંગ.
“તે પરિગ્રહ ધારણ કરનારે અસંતુષ્ઠ રહી વારંવાર તેને મેળવવામાં તત્પર રહી અને પિતાને પેદા કરવામાં વિઘ કરનારા ઉપર દ્વેષ કરી પોતે મનવચન કાયાથી અથવા આયુ બળ તથા શરીરથી પિતે બીજાને દુઃખ પમાડે અથવા બીજા ને તેમના પ્રાણથી દૂર કરે (મારી નાંખે)
पञ्चेन्द्रियाणि त्रिविधं बलंच. उच्छवासनिश्वासमथान्यदा। प्राणादशैते भगवद्भिरुक्ता स्तेषां वियोजीकरणं तु हिंसा ॥१॥
પાંચ ઈદ્રિયે ૫ મનવચન કાયાનું બળ ૩ શ્વાસોશ્વાસ, ૧ અને આયુ ૧ મળી કુલ ૧૦ પ્રાણે છે. તે પ્રભુએ બતાવ્યા છે તેનાથી જીવને જુદે કરે. તેજ હિંસા છે
વળી તે પરિગ્રહ ધારણ કરનાર પિતે હિંસા કરે છે. એટલું જ નહીં પણ બીજા પાસે હિંસા કરાવે છે તથા અન્યહિંસા કરનારની પ્રશંસા કરે છે તથા મદદ કરે છે. તેથી કરવા કરાવવા તથા કરતાની પ્રશંસા કરવા વડે પ્રાણીઓને નાશ કરવાથી સેંકડે જન્મ સુધીનું કર્મ બાંધી વૈરને વધારે છે. તેથી દુઃખની પરંપરાના બંધનથી મુકાતું નથી.