________________
સૂત્રકૃતાંગ.
જે અર્થનું સૂચન કરે છે તે સૂત્ર તેના કરતા તે સંત્રકાશે. તેવા સ્વયં બુદ્ધ વિગેરે પણ હય, તેથી તેમના નિષેધ માટે, “ગણધર” મુકયું, અહી, સામાન્ય આચાર્યોને પણ ગણધર કહે છે, છતાં પણ મૂળ ગાથામાં તીર્થકરને નમસ્કાર કર્યા પછી તુર્ત ગણધર લીધા તેથી બીજા સામાન્ય આચાર્ય ન લેતાં ફક્ત ઐતિમ દ્રિતિ વિગેરે મહાવીર પ્રભુના ૧૧ ગણધર (ગણતરીમાં) લેવા. (પહેલે ચકાર તે સિદ્ધ વિગેરેનું ઉપલક્ષણ કરવા માટે છે. બીજો ચકાર પદેને જોડવા માટે છે. કવા પ્રત્યય બીજી ક્રિયાની અપેક્ષા રાખતું હોવાથી તે કહે છે) સ્વ અને પર બંનેના સમય (સિદ્ધાંત)નું સૂચન જેના વડે કરાયું તે “સૂત્ર કૃત” સૂયગડાંગ સૂત્ર તે ગંભીર અર્થવાળું હેવાથી “ભગવાનએવું વિશેષણ સૂત્રને આપ્યું, અને તેથી આ સુત્ર સર્વજ્ઞનું કહેવું છે. તે પણ બતાવ્યું.
જન કરવું તે યુક્તિ, એટલે અર્થની ઘટના, તે નિશ્ચયથી અથવા વિશેષ કરીને જે યુક્તિ કરાય તે નિર્યુક્તિ, સમ્યગ અને ખુલ્લો કરે તે.
અથવા નિયુક્ત સૂત્રમાં જ પરસ્પર સંબંધ રાખનારા અર્થોનું રહસ્ય પ્રકટ કરવું તે નિર્યુક્તિ-(આમાં યુક્ત શબ્દને લેપ થયે છે.) આ સૂત્રકૃતાંગની નિયુક્તિને કહીશ, એના વડે ઉપક્રમઠાર કહ્યું. તે જ અહીં અપસર વિગેરે