________________
સૂત્રકૃતાંગ.
૧૯
નિત્ય (ફેરફાર વિનાનું) છે, છતાં ઉપચારથી ક્ષેત્રનું જ કરણ તે ક્ષેત્ર કરણ છે. જેમકે ઘર વિગેરે પાડી તે ખુલ્લું મેદાન કર્યું તે આકાશ કર્યું કહેવાય, અને તે ઘર વિગેરે બાંધતાં જગા રેકે તે આકાશ રેર્યું કહેવાય. અથવા વ્યંજન પર્યાયથી ઉત્પન્ન થયેલું, શબ્દદ્વારા આવેલું, જેમ ઈશ્ન (શેરી) ક્ષેત્રનું કરવું. હલવડે ખેતર ખેડે સુધારે, તે ક્ષેત્રકરણ જાણવું, તે અનેક પ્રકારે છે. ચેખાનું ક્ષેત્ર વિગેરે પ્રસિદ્ધ છે.
હવે કાલ કરણ કહે છે. कालो जो जावइओ, जं कीरइ जमि जमि कालंमि । ओहेण णामओ पुण, करणा एकारस हवंति ॥१०॥ नि०
કાલનું પણ મુખ્ય કરણ સંભવતું નથી, છતાં ઉપચારથી થાય તે દેખાડે છે. કાળ એટલે લઈએ તે, જેમકે જે કાળ ઘી (૨૪ મિનિટ) વિગેરે કાચની શીશી વડે માપે છે. તે આવી રીતે. ૬૦ ઉદક પળની (આગળ કાણુંવાળા પાણીના પ્યાલાથી માપ થતું ) એક ઘડી, બે ઘીનું મુહૂર્ત, અને ૩૦ મુહૂર્તને રાત્રદિવસ, આ કાળ કરણ જાણવું.
અથવા જે કાળમાં કરીએ તે કાળકરણ, અથવા કાળમાં કરણનું વ્યાખ્યાન કરીએ તે કાળકરણ છે. એ