________________
કથા લખી. કથા નાની પરંતુ એમાં દેશદાઝ નીતરતી હતી. પોતાના પ્રિય એવા “ઝગમગમાં આ કથા મોકલી. કથા પર પોતાનું નામ લખ્યું. કુ. બા. દેસાઈ.
વળતી ટપાલે વાર્તાના સ્વીકારનો પત્ર આવ્યો. અને આ છોકરાના આનંદનો પાર ન રહ્યો. ઝગમગ'ના તંત્રીએ એ વાર્તાને ત્રીજે પાને સરસ રીતે ચમકાવી. આ છોકરો એની થોડી વધુ નકલ લેવા માટે ઝગમગ કાર્યાલયમાં પહોંચી ગયો. તંત્રીને મળ્યો. તંત્રી સાથે વાતચીત થઈ અને એમણે જાણ્યું કે આ છોકરો કુમારપાળ, તે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક જયભિખ્ખનો પુત્ર છે, ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. થોડા જ સમય પછી તંત્રીએ ‘ઝગમગ'માં કુમારપાળનું ‘ઝગમગતું જગત’ નામનું નિયમિત કૉલમ શરૂ કર્યું. એમાં દેશવિદેશના સમાચારો આવે. બાળકોને રસ પડે તે રીતે આમાં સમાચાર લખવામાં આવે. ઘણી અવનવી વિગતો પણ અપાતી. ક્યારેક વિજ્ઞાન, ઇતિહાસ કે સામાન્ય જ્ઞાનની કસોટી કરે તેવા પ્રશ્નો મૂકવામાં આવતા અને બાળકો તેના ઉત્તર આપતા.
આ સમયે “બાલજીવનમાં એક વાર્તા મોકલી. એ વાર્તાને પહેલું ઇનામ મળ્યું. આ પછી તો કુમારપાળભાઈના લેખો જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. ૧૯૬૫માં એમણે એમનું બાલસાહિત્યનું પહેલું પુસ્તક લખ્યું. બાળપણમાં જે માતૃભૂમિ માટે પ્રાણ આપનારા શહીદોનાં સ્વપ્નાં સેવ્યાં હતાં, એવા દેશને કાજે સમર્પણ કરનારા ભેખધારીઓની કથા એમાં આપી. પુસ્તકનું નામ આપ્યું : “વતન, તારાં રતન”. એમાં અંગ્રેજોના દમનનો સામનો કરનાર લાલા લજપતરાયની કથા આપી, યુવાન ચંદ્રશેખર આઝાદની શહીદગાથા આપી, મહાન સંગીતકાર એ. વિષ્ણુ દિગંબરના પુરુષાર્થની વાર્તા લખી; તો લોકમાન્ય તિલકની સ્વરાજ્યભાવના બતાવતી એક ઘટના આપી.
આ ૬૦ પાનાંનું પુસ્તક પ્રગટ થતાં જ થોડા વખતમાં અપ્રાપ્ય બની ગયું.
૧૯૬૫નું એ વર્ષ કુમારપાળને માટે મહેનત અને પરિશ્રમનું વર્ષ હતું. આ સમયે તેઓ એમ.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. બીજી બાજુ ટેસ્ટમેચનાં બયાન લખતા હતા. એની સાથોસાથ “ગુજરાત સમાચાર', ‘ઝગમગ' અને “નવચેતનમાં નિયમિત કોલમ લખતા હતા. એવામાં એમને લાલબહાદુર શાસ્ત્રીનો પરિચય થયો. ભારતના એ વડાપ્રધાનમાં ગાંધીજીના સાચા અનુયાયીનાં દર્શન થયાં. એમની સાદાઈ, સચ્ચાઈ અને પુરુષાર્થ ખૂબ ગમી ગયાં. આ પછી તો શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જીવન વિશે ઠેરઠેરથી પ્રમાણભૂત માહિતી એકત્રિત કરવા માંડી અને એમના જન્મથી આરંભીને એમનું સળંગ ચરિત્ર લખવા માંડ્યું. આ સમયે નવચેતન'ના તંત્રીશ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીએ કુમારપાળ પાસે આગ્રહપૂર્વક લાલબહાદુર શાસ્ત્રીનો ચરિત્રલેખ તૈયાર કરાવ્યો. મુખપૃષ્ઠ પર લાલબહાદુરની છબી પ્રગટ કરીને આખોય વિસ્તૃત લેખ લીધો.
46
બાળસાહિત્યના સર્જક