________________
સાહિત્ય અને પત્રકારત્વની શાન
મને યાદ છે ત્યાં સુધી કુમારપાળનો પરિચય પત્રકારત્વના શિક્ષણ સંદર્ભમાં થયો હતો. એ જમાનામાં નવગુજરાત કોલેજમાં સાંજના પત્રકારત્વના વર્ગો ચાલતા એના એ સહનિયામક હતા. જોકે આમ પણ કુમારપાળ પ્રત્યે મને આદર તો હતો જ. એમના પિતા સ્વ. “જયભિખ્ખું સૌરાષ્ટ્રના જાણીતા લેખક પણ હતા. કુમારપાળ પણ પિતાના પગલે ચાલીને સમર્થ લેખક બન્યા અને સમર્થ પત્રકાર પણ બન્યા
કુમારભાઈના આમંત્રણથી હું પણ નવગુજરાત કૉલેજની મુલાકાતી અધ્યાપક થયો, એ દિવસોમાં હું નિયમિત પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભણાવવા જતો. ધીમે ધીમે એમના કુટુંબના સંપર્કમાં પણ આવ્યો. એમનાં બા વાત્સલ્યની મૂર્તિ હતાં. મહેમાનોને પ્રેમપૂર્વક જમાડતાં. કુમારભાઈનાં પત્ની પ્રતિમાબહેન અને કુમારભાઈનું યુગલ એટલે પ્રસન્ન દાંપત્યનો જીવતોજાગતો નમૂનો. એ જમાનામાં હું તેમને ત્યાં ઊતરતો. એમના ફોન ઉપરથી જ અમદાવાદના સાહિત્યકારો અને પત્રકારોનો સંપર્ક કરતો. આમ એમનું ઘર મારે માટે મારી પ્રવૃત્તિઓનું હેડક્વાર્ટર બની ગયું હતું. એ દિવસો યાદ કરું છું ત્યારે આખો જમાનો નજર સામે આવી જાય છે.
એ પછી રાજકોટની આજી નદી અને અમદાવાદની સાબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં છે. કુમારભાઈ નવગુજરાતમાંથી યુનિવર્સિટીમાં
શાસિત દલાલ
434