________________
દેસાઈ જેવું વિચારે છે તેવું સ્પષ્ટ અને સત્ત્વશીલ લખે છે અને જેવું લખે છે તેવું જ મિતભાષી, આદર્શ અને સરળ જીવન જીવે છે. તેઓ એટલું બધું લેખન ક્યારે કરતા હશે અને આપણને થાય કે આ મહાનુભાવ ક્યારે જમતા હશે ? ક્યારે ઊંઘતા હશે? ૨૪ કલાકમાં ૩૦ કલાક જેટલું કામ કરતા શ્રી દેસાઈ એક ઉત્તમ, ઉદ્યમી, મહેનતુ, પુરુષાર્થી વ્યક્તિ છે. પિતાશ્રીના અવસાન સમયે ૨૭ વર્ષના શ્રી કુમારપાળ દેસાઈ એમનાં ૩૦૦ પુસ્તકો અને ૩૫૦ રૂપિયાનો વારસો ધરાવતા હતા. તે કુમારપાળ આજે રાતદિવસ સખત મહેનતથી કરોડો રૂપિયાથી વધુ કીમતી ઇજ્જત અને માનસન્માન કમાયા છે. ક્ષણે ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરી શકાય તે કુમારપાળભાઈ પાસેથી શીખવા મળે.
મોરપીંછની જેમ ગમે ત્યાં શોભાયમાન થઈ ઊઠતા કુમારપાળભાઈનું જીવન એ એક ખુબૂદાર, મહેકતું અને ગહેકતું જીવન છે. તેમનો પ્રફુલ્લિત ચહેરો, તેમનો કામ કરવાનો ઉત્સાહ, મદદ-સેવા માટેની તત્પરતા, લેખન માટેની સંશોધનશીલતા, નવું જાણવા-વિચારવા માટેની ઉત્કંઠા. કુમારપાળ દેસાઈનું જીવન જ એક વિદ્યાલય છે. જેમાંથી જીવન જીવવાના અનેક પાઠો શીખવા મળે છે.
આદરણીય, ગુરુવર્ય, માર્ગદર્શક અને જીવનદર્શક એવા શ્રી કુમારપાળ દેસાઈસાહેબને છેલ્લાં ૨૪ વર્ષથી સાક્ષાત ભાવે અને છેલ્લાં ૩૫ વર્ષથી તો માનસિક ભાવે ઓળખું છું. એમનું જીવનદર્શન જ મારા જીવનનું અણમોલ દર્શન રહ્યું છે. તેઓને વાંચીને, જાણીને જ હું મોટો થયો છું અને જીવન કઈ રીતે જીવી શકાય તે શીખ્યો છું. મારી લેખનપ્રવૃત્તિના તેઓ હમેશાં પ્રેરણામૂર્તિ અને આદર્શ વ્યક્તિ રહ્યા છે. મારા જેવા કાચા હીરાને પાસાદાર ચમકતો હીરો બનાવવામાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. હાઈસ્કૂલ અને કૉલેજનું શિક્ષણ મેં નાવલી નદીના કિનારે વસેલ, શૂરવીર જોગીદાસ ખુમાણના ગામ સાવરકુંડલા ખાતે લીધું ત્યારે હું લાઇબ્રેરી મંત્રી હતો. લાઇબ્રેરીમાં આવતાં તમામ પુસ્તકોની નોંધ અને જાળવણી કરવાની જવાબદારી હોય – નવરાશના સમયે લાઇબ્રેરીમાં જ બેસતો અને આ સમયે કુમારપાળ દેસાઈને માનસિક રીતે મળવાનું શરૂ થયું. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેમની છબી મારા મનમાં વિરાટ બનતી ગઈ! એક મહાનુભાવની કૃતિ અંકિત થઈ ગઈ. પછી તો તેમની તમામ કૉલમો વાંચવાની ભૂખ ઊઘડી અને તેમાંથી જીવન-ઉપયોગી ખજાનો મળતો ગયો. સતત વાંચનથી વિચારોના વંટોળ ફૂંકાવા લાગ્યા !
વિચારોની આંધી અને વેદનાએ કલમ પકડતાં શીખવી દીધું. કૉમર્સ ગ્રેજ્યુએટ થતાં બેન્ક ઑફ ઇન્ડિયામાં અમદાવાદ ખાતે ૧૯૮૦માં નોકરી મળી. અમદાવાદનો ઑર્ડર આવતાં જ સૌથી વધુ આનંદ થયો. કેમ કે શ્રી કુમારપાળ દેસાઈના સાક્ષાત્ ભાવે દર્શન કરી શકાશે, તેમને મળી
493
પ્રદીપ ત્રિવેદી