________________
બધી વાતોથી ડીટેડ થઈ જા. મારા માટે તારું કામ સમયમર્યાદામાં પતે તે જરૂરી છે. એ દિવસે મને ખૂબ શરમ આવી. એ દિવસથી મારું કામ પત્યું ત્યાં સુધી સર અને મારી વચ્ચે કળણમાંથી બહાર કાઢનાર અને તેમાં ફસાયેલ જેવો નાતો હતો.
પુનિતા, વિષયમાં ખૂંપી જઈને કામ કરે તો તે ચળવળ થઈ જાય. વિષય તારા પર હાવી થવો ના જોઈએ. વિષયની બહાર નીકળ. વિશ્લેષણાત્મક લખવું હોય તો વિષયમાંથી પૂરેપૂરા બહાર આવીને તેને સમજ અને લખ” ને આમ સર મારા લખાણને રદ કરતા, સુધરાવતા તો ક્યારેક તદ્દન ફરીથી લખાવતા.
સર સાથેની કેટલીક નાની નાની પણ અગત્યની વાતો પણ અહીં કહેવી જ રહી. સરને મળવા હું જ્યારે પણ જાઉં– સર કહે: ‘ચા પીએ.' પછી વાતનો દોર પોતાના હાથમાં લે. ચા આવે
ત્યાં સુધીમાં એમણે મને ઘણું બધું પૂછી લીધું હોય. હું મારા કામમાં ક્યાં સુધી પહોંચી એ એમની મોટી ચિંતા. પ્રકૃતિગત હું અતિશય સંવેદનશીલ હોવાને કારણે વારંવાર ધીમી પડી જાઉં, ત્યારે સર જ મને દઢ મનોબળ પૂરું પાડતા. મને ઊભી કરી દેતા. એમના પ્લાનિંગ કરતાં હું પાછળ ચાલતી હોઉં તો તરત મને પૂછે, “કેમ શું છે આ? ટાઇમ-ટેબલમાં ગરબડ કેમ? પુનિતા, આવું ન જ ચાલે. નાઉ ફાઇટ ટુ ફિનિશ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.' આ વાક્ય એમણે મને છેલ્લા બેત્રણ મહિનામાં અનેક વખત કહ્યું હશે. “ટુ બી ઓર નૉટ ટુ બી જેવી કોઈ વાત એમની સામે ચાલે જ નહીં.
બીજી એક સરસ વાત એમણે મારો નિબંધ પૂર્ણ થવાને આરે હતો ત્યારે કરી : “આ પૂર્ણાહુતિ નથી. આ શરૂઆત છે. તું એક નવી દુનિયામાં પ્રવેશીશ. અનેક નેગેટિવ ફોર્સ કામ કરતા હશે. ડરી ગઈ, ડગી ગઈ તો ખલાસ. બીજું, કોઈની સાથે સ્પર્ધા કરીશ તો કદાચ ખોટે માર્ગે જતી રહીશ. તારી ખુદની સાથે જ સ્પર્ધા કર. You Vs You. દિવસો દિવસ તારું કામ જ તારી સામે ઊભું રહેશે. વધુ મેચ્યોર, અઘરું કામ કરવા તને શક્તિ મળશે. ઓલ ધ બેસ્ટ.'
પીએચ.ડી.ને માટે થઈને અનેક મુલાકાતો લીધી. તે દરમ્યાન થયેલ સારા-ખોટા અનુભવો તેમણે સાંભળ્યા છે. મારું વિસ્મય સ્થિર ભાવે સાંભળ્યું, સંદર્ભો જેટલા જોયા એટલા એમણે ચકાસ્યા, વધુ પડતી ખોટી કહેવાય તેવી મહેનત કરતા પણ રોકી. માહિતીનું પૃથક્કરણ, પ્રકરણો પ્રમાણે લખવું. વંચાઈ જાય પછી ફરી લખવું, કમ્પોઝ, પ્રફરીડિંગ, બાઇન્ડિંગ આ તમામ અનિવાર્ય કાર્યો દરમ્યાન સરે સતત પ્રોત્સાહનનો પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. સતત હિંમત આપતા રહી, મારું લખાણ જોઈ, જરૂર જણાઈ ત્યાં એડિટ કરીને સરે મારા શોધનિબંધ ગુજરાતી અખબારો અને નારીચેતનાને એક ચોક્કસ આકાર આપ્યો છે.
505 પુનિતા હણે