Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 559
________________ અન્ય સ્થળોએ ક્રિયાઓને પ્રાધાન્ય અપાતું. પૂજા કે એના જેવી અન્ય ક્રિયાઓ મોટા પ્રમાણમાં થતી હતી. કુમારપાળભાઈએ ક્રિયાઓનું મહત્ત્વ બતાવ્યું, પણ એથીય વિશેષ એમણે જ્ઞાનનો મહિમા કર્યો અને એને પરિણામે જ અમેરિકામાં અને અન્ય કેટલાય દેશોમાં તેઓ જેનદર્શનને ફેલાવી શક્યા છે. ૧૯૮૪માં એમની આ પ્રથમ વ્યાખ્યાનમાળાએ એવું તો વાતાવરણ સર્યું કે પછી પશ્ચિમના જગતમાંથી એમની ખૂબ માગ આવવા માંડી અને તેઓ અમેરિકાના ન્યૂયોર્ક, લૉસ એન્જલસ, ન્યૂજર્સી, ફિનિક્સ, કેન્સાસ સિટી, હ્યુસ્ટન, શિકાગો જેવાં શહેરોમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા અર્થે ગયા. એ જ રીતે પર્યુષણ વ્યાખ્યાનો માટે એન્ટવર્પ, સિંગાપોર અને હોંગકોંગ જઈ આવ્યા. એ સિવાય પણ અમેરિકાનાં અનેક શહેરોમાં તથા મલેશિયા, પૂર્વ આફ્રિકા, બ્રિટન, દુબાઈ, મસ્કત જેવા દેશોમાં જૈન ધર્મ વિશે એમણે પ્રવચનો આપ્યાં. આ રીતે ભારતની બહારના વિશ્વને એમની પાસેથી જૈન ધર્મ વિશે જાણવા મળ્યું અને વિશ્વમાં જૈન ધર્મની વિચારધારાનો પ્રસાર કરવામાં કુમારપાળભાઈએ મહત્ત્વનું યોગદાન આપ્યું ૧૯૮૪ની વિદેશની પ્રથમ વ્યાખ્યાનમાળા વખતે ન્યૂયોર્કમાં તેઓ મારે ત્યાં ઊતર્યા અને તે પછી જ્યારે જ્યારે એ ન્યૂયોર્ક આવ્યા છે ત્યારે મને એમની મહેમાનગતિનો લાભ મળ્યો છે. એમની નિખાલસતાને કારણે એમની સાથે મોકળે મને ધર્મ-ચર્ચા કે એને વિશે વિચારણા કરી શકાય છે. તેઓના સત્સંગમાં એક પ્રકારની આત્મીયતાનો અનુભવ થાય છે. આવી આત્મીયતા માત્ર મારા જ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ મારા કુટુંબના તમામ સભ્યો સાથે એમનો નાતો બંધાયેલો છે. એમને પદ્મશ્રી’ મળ્યો તે અમારા સહુને માટે સ્વજનને સાંપડેલા સન્માન સમો બની રહ્યો છે. ૧૯૮૪ પછી ૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૧ અને ૨૦૦૩ના પર્યુષણ પર્વની કુમારપાળભાઈની વ્યાખ્યાનમાળાઓએ અનોખું આકર્ષણ જગાવ્યું. એમનાં વ્યાખ્યાનો ત્રણ-ચાર વર્ષ અગાઉથી નક્કી થઈ જતા હોવાથી અમારે ઘણી વાર એક-બે વર્ષ રાહ પણ જોવી પડતી. એમની એક બીજી વિશેષતા એ કે તેઓ માત્ર વ્યાખ્યાન આપીને પોતાના કાર્યને પૂરું થયેલું માનતા નથી, પણ એ જૈન સેન્ટરની તમામ પ્રકારે પ્રગતિ થાય તેને માટે પ્રેરણા, સહયોગ અને માર્ગદર્શન આપે છે. અથાગા સ્ટ્રીટના જૈન દેરાસરમાં તૈયાર થતા શ્રી અષ્ટાપદજીના દેરાસર વિશે એમણે ઓહાયો રાજ્યના સિનસિનાટીમાં અને ભારતમાં સુરતમાં પણ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી આ વાત જનસમુદાય સુધી પહોંચાડી છે. આજે અષ્ટાપદ અંગેના સંશોધનમાં પણ તેઓ અત્યંત મહત્ત્વનો સાથ અને સહયોગ આપે છે. એમનો ગુજરાતી સાહિત્યનો પ્રેમ પણ એટલો જ પ્રબળતાથી પ્રગટ થાય છે અને અમેરિકાનાં જુદાં જુદાં ગુજરાતી સાહિત્યનાં મંડળોમાં પણ તેઓ વ્યાખ્યાનો આપે છે. ૧૯૮૪થી નવી ક્ષિતિજના સર્જક

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586