Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 570
________________ ! - ૧ : ૧ " EEME : જાક છે 1 si[, biE દેશમાં ઘર્મદર્શનનું અજવાળું અમે છ ભાઈઓ. મારા માસીના દિકરા કુમારપાળ લગભગ અમારા સૌથી નાનાભાઈ મહેશની ઉંમરના, પણ તેમનાં જ્ઞાન, સમજણ અને મિલનસાર સ્વભાવના કારણે બધા જ ભાઈઓ સાથે એમને મંત્રી. બધાની સાથે બંધુભાવે વાત કરી શકે. - કુમારપાળમાં શોખની પ્રકૃતિ ઓછી, પણ જીવન આનંદ અને મસ્તીથી ભર્યું ભર્યું. ક્યાંય આળસ નહીં. સમયની લેશમાત્ર બરબાદી નહીં. બીજાની પાસે મહેનત કરાવવાને બદલે એ સ્વયં કાર્ય કરે. વ્યવસ્થિત રીતે આયોજન કરીને પોતાના સ્પષ્ટ લક્ષને સિદ્ધ કરે. બાલ્યાવસ્થાથી જ સતત પ્રવૃત્તિમય અને કાર્યશીલ રહેવાનું એની પ્રકૃતિમાં હતું. સમય જતાં કુમારપાળ એમ.એ. થઈને કૉલેજમાં અધ્યાપક બન્યા. અમે તેમને એક સંનિષ્ઠ અધ્યાપક અને કુશળ વક્તા તરીકે જોયા. આનંદઘનનાં કાવ્યો પર સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમના જીવને નવો વળાંક લીધો. જૈનદર્શન તરફ તેમનું વિશેષ ધ્યાન દોરાયું. અને થોડા જ વખતમાં તેમણે જૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. પર્યુષણ સમયે જેનદર્શન વિશે પ્રવચનો આપવા લાગ્યા. ૨૬ વર્ષની ઉંમરે તેમણે મેળવેલી આવી સિદ્ધિથી અમે બહુ પ્રભાવિત થયા હતા. હવે તો તેઓ એક વિદ્વાન, સંશોધક અને વ્યાખ્યાનકાર બની ગયા છે. ૧૯૬૯નું વર્ષ કુમારપાળ માટે કટોકટીનું વર્ષ કિશોર દોશી 529

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586