Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 580
________________ રવી ગુજરાતનું ગૌરવ મારપાળ દેસાઈને નામથી આજે કયો ગુજરાતી નહિ ઓળખતો હોય ? ગુજરાત હોય કે વિશ્વનો કોઈ ખૂણો હોય, જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં તો કોઈ કુમારપાળને નામથી અને એમના અનેકવિધ પ્રદાનથી ઓળખે છે. એમના સર્જનવૈવિધ્યને કારણે કે જૈન ધર્મના એમના ઊંડા અભ્યાસને કારણે એ દેશવિદેશે લોકહૈયે રમે છે. ભારત સરકારે એમને પદ્મશ્રી’નો એવોર્ડ આપી નવાજ્યા છે ત્યારે તેમનું નહિ, સમગ્ર ગુજરાતનું, આખાય ગુજરાતી સમાજનું તથા જૈનદર્શનનું સન્માન થયું છે એમ ગૌરવપૂર્વક કહી શકીએ. દેશનું ઊંચામાં ઊંચું સર્વશ્રેષ્ઠ આ બહુમાન કુમારપાળને મળે એ માત્ર કુમારપાળ માટે જ નહિ, એમના હજારો-લાખો મિત્રો માટે અનેરા આનંદની વાત છે. જે એવોર્ડની કુમારપાળે કદી કલ્પના નહોતી કરી કે અપેક્ષા નહોતી રાખી એ એવૉર્ડ મળતાં કુમારપાળને કેટલો આનંદ થયો હશે એ હું સહેજે કલ્પી શકું છું. ૧૯૯૩માં આપણા પદ્મશ્રી સમકક્ષ કેનેડાનો સર્વશ્રેષ્ઠ એવૉર્ડ “ઑર્ડર ઓફ કેનેડા મને એનાયત થયો ત્યારે જેની મેં કદી કલ્પના નહોતી કરી એવી ઘટના મારા જીવનમાં બન્યાનો અનેરો આનંદ મને થયો હતો. કુમારપાળ, જીવનમાં ક્યારેક કદી પણ ન કપ્યું હોય એવું બનતું હોય છે. આવી સારી. ઘટના કોઈ કોઈ વિરલ વ્યક્તિના જ જીવનમાં બને છે. તમે જ વિચારો કે તમારી આસપાસના પરિચિતોમાં પદ્મશ્રીનું ગૌરવ પામનારા કેટલા સ્વજનો છે? જય ગજ્જર 539

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586