________________
કુમારપાળ, તમે આંખ મીંચીને ધ્યાનસ્થ બની તટસ્થપણે તમારાં વિવિધ કાર્યો અને પ્રદાન વિષે વિચારશો તો અંતરનો અવાજ કહેશે કે યુ ડીઝર્વ ઇટ’. હું એમાં સૂર પુરાવીશ કે કુમારપાળ સાચે જ એના અધિકારી છે. એક મિત્ર તરીકે અને નવગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે સાથે કામ કરતાં કુમારપાળને સારી રીતે ઓળખ્યા છે. વિદેશમાં એમની ચાહનાથી પરિચિત છું.
મારી સાહિત્યિક પ્રવૃત્તિના હંમેશ પ્રશંસક અને પ્રેરક બની રહ્યા છે. એમની અનેકવિધ પ્રવૃત્તિઓ અને એમના વિષેની ઘણીબધી વાતો કરવા બેસું તો પાનાં ભરાઈ જાય. આથી, મારા મનમાં વસેલા એક મિત્ર કુમારપાળની આત્મીયતા અને સિદ્ધિનો ટૂંકમાં પડઘો પાડીશ.
કુમારપાળનો અંગત પરિચય ૧૯૬૮માં હું નવગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારે થયેલો. એમના નામથી અને કાર્યથી થોડોઘણો પરિચિત હતો. પહેલે દિવસે જ એક દૃષ્ટિવંત અને પ્રતિભાશાળી અધ્યાપકનો ભેટો થયો. એ હતા કુમારપાળ દેસાઈ. એમની વાણીમાં મીઠાશ હતી, આંખોમાં સ્નેહ નીતરતો હતો, એમના સમગ્ર વ્યક્તિત્વમાં મૈત્રીનો મીઠો આવકાર હતો. અમે પરસ્પર એકબીજા વિશે થોડી વાતો કરી. એ દિવસથી કુમારપાળ મારે હૈયે વસી ગયા એક સજ્જન સહાધ્યાયી તરીકે અને અદના મિત્ર તરીકે.
કુમારપાળ સાથે ત્રણ વર્ષ અધ્યાપક તરીકે કામ કર્યું. આ સમય દરમિયાન એમની બહુ નજીક આવવાનો મોંઘેરો લહાવો મળ્યો. બહુ ટૂંકા ગાળામાં અમે એકબીજાના સહૃદયી મિત્રો બની ગયા. બહુ જલદી આત્મીયતા કેળવાઈ ગઈ. કદાચ એમની નિખાલસતા અને કેટલાક વિશિષ્ટ ગુણો એનું કારણ હોય. એમનો મોટામાં મોટો ગુણ એ હતો કે જે કંઈ મિત્રને કહેવાનું હોય તે બહુ સારી ભાષામાં એ કહી શકતા. કૉલેજમાં સામાન્ય રીતે એક જ વિષયના અધ્યાપકોમાં પરસ્પર દ્વેષ કે ઈર્ષાની દીવાલ હોય છે. એ દુર્ભાવના કુમારપાળમાં મને કદી જોવા મળી નહીં. બલ્બ થોડા વખતમાં જ એ વખતે નવગુજરાત કૉલેજના ગુજરાતીના ચાર અધ્યાપકો-કુમારપાળ દેસાઈ, પ્રિયકાન્ત પરીખ, જશુભાઈ ઠક્કર, જય ગજ્જર–ની ચોકડીની પરસ્પરની આત્મીયતા અને મૈત્રી કેટલાક અધ્યાપકોની આંખે ચડી ગઈ. અમે ચારે સ્ટાફરૂમમાં સાથે બેસતા, સાથે નિખાલસપણે વાતો કરતા, સાથે ચા પીતા, સાથે નાસ્તો કરતા, જરૂર પડે તો સ્ટાફ મિટિંગમાં ક્યારેક સાથે અણગમતી વાતોનો વિરોધ કરતા.
અમારા પ્રેમાળ વર્તુળમાં કેટલાક સદ્ભાવી અધ્યાપકો પ્રો. મોહનભાઈ પટેલ, પ્રો. ચંદ્રકાંત મહેતા, પ્રો. સી. આઈ. મિસ્ત્રી, પ્રો. ધર્મેન્દ્ર ઝાલા સહેલાઈથી ભળી જતા. એકબે અપવાદ સિવાય, નવગુજરાતના અધ્યાપકોમાં એ વખતે પરસ્પર મંત્રી અને સદ્ભાવના અનોખી હતી. કુમારપાળ એક સહકાર્યકર તરીકે બહુ ભલા, સગુણી અને આનંદી સ્વભાવના હતા. સારામાઠા પ્રસંગે સદા
1540 ગરવી ગુજરાતનું ગૌરવ