Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 574
________________ આનંદનો અનુભવ મારભાઈ વિશે લખવાનું હોય ત્યારે લખવાનો જેને બહુ મહાવરો ન હોય તેવી મારા જેવી વ્યક્તિ માટે મૂંઝવણ ઊભી થાય, કામ મુશ્કેલ લાગે. પણ જ્યારે લગભગ ચાલીસ વર્ષો પહેલાંના દિવસો યાદ કરું છું ત્યારે ઘણી સ્મૃતિઓ આંખ આગળ તાજી થાય છે. તો ચાલો, તે સ્મૃતિઓને ઉકેલવાનો પ્રયત્ન કરું. ૧૯૬૧માં એચ. કે. આર્ટ્સ કૉલેજમાં હું બી.એ.ના સિનિયર વર્ષમાં અને કુમારભાઈ બી.એ.ના. જુનિયર વર્ષમાં હતાં. સંસ્કૃતના ક્લાસમાં તેમની પ્રથમ મુલાકાત થઈ. મારી સાથે ઊર્મિલા શાહ, ઉષા રાવળ, શાંતિભાઈ પંડ્યા, પરિમલ દલાલ તથા ગજાનન ત્રિવેદી એમ બીજા મિત્રો પણ હતાં. એક સરસ મિત્રમંડળી બની. ક્લાસ પૂરો થાય પછી બધાં મિત્રો કૉલેજના દરવાજા પાસે જ વાતોમાં મશગૂલ થઈ જતા. દૂરથી બસ દેખાય એટલે અમારાં ઉષાબહેન વાક્ય અધૂરું મૂકીને બસ પકડવા દોડે. બી.એ. અને એમ.એ. કર્યા બાદ લગભગ બધા મિત્રો કૉલેજમાં અધ્યાપન-કાર્યમાં જોડાયાં. કુમારભાઈ સાથેનો પરિચય ધીમે ધીમે પાંગરતો રહ્યો. તેઓ જયભિખ્ખુંના એકના એક સંતાન છે તેવી ખબર તો એક મિત્ર દ્વારા પડેલી. ચંદ્રનગર સોસાયટીમાં તેમનું ઘર. ૩૩ નંબરની બસ ત્યાં જતી તે બરાબર યાદ છે. ક્યારેક તેમના ઘેર જવાનું બનતું. તેમના પિતાશ્રી સાથે કેમ છો ?’થી વધારે વાત કરવાનો સંકોચ રહેતો હતો પણ તેમનાં માતુશ્રી સાથે વાતચીત થતી. તેઓ ચાનાસ્તો કર્યા વિના જવાની રજા આપતા નહિ. તેમનાં માતુશ્રીની ઉદારતા, પ્રેમાળ સ્વભાવ અને પ્રસન્ન ચહેરો – આજે પણ એવા જ યાદ છે. એકના એક રોહિણી કિનખાબવાલા 533

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586