________________
હતું. અમારા માસા અને કુમારપાળના પિતા જયભિખ્ખનું અચાનક અવસાન થયું. અમારા માસા જયભિખ્ખું એક વિરાટ પુરુષ હતા. એમની એકાએક અનુભવાયેલી ખોટ યુવાન કુમારપાળને ભાંગી નાખશે તેવો અમને સહુને ભય હતો. આ સમયે કુમારપાળે અજોડ સમતા અને ધૈર્ય દાખવ્યાં અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. આ પ્રસંગે અમારા માસાની હિંમતનો પરિચય કુમારપાળે સહુને કરાવ્યો. ગુજરાત સમાચારમાં “ઈટ અને ઇમારત”, “પ્રસંગકથા” જેવી ઘણી કટાર જયભિખ્ખ લખતા હતા. ગુજરાત સમાચારે વર્ષોથી ચાલતી આ પ્રતિષ્ઠિત કોલમ લખવાની તક ૨૭ વર્ષના યુવાન કુમારપાળને આપી. કુમારપાળ એ જ હિંમતપૂર્વક આ પડકારને સ્વીકારી લીધો. અમે જિજ્ઞાસા અને આતુરતાપૂર્વક જોતા હતા કે કુમારપાળ આવી જવાબદારી નિભાવે. બીજી બાજુ કુમારપાળ ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક હતા. અનેક વિશેષ જવાબદારીઓ એમને માથે હતી. કુમારપાળે સફળતાપૂર્વક આ જવાબદારી અદા કરી. તેમનાં ખંત, મહેનત અને સાહસ પરના અમારા વિશ્વાસને તેમણે યથાર્થ પુરવાર કરી આપ્યો. વળી રમતગમત વિશે પણ તેમણે અભ્યાસપૂર્ણ લેખો લખવા માંડ્યા.
આ પછીનાં વર્ષોમાં મારે અમેરિકા આવવાનું થતાં સંપર્ક થોડો ઓછો થયો, પણ તેમની પ્રવૃત્તિઓથી સતત માહિતગાર રહેતો હતો. તેમણે ઘણાં ગ્રંથો-પુસ્તકો લખ્યાં. સંસ્થાઓમાં કાર્ય કર્યું. છેક પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આમ અનેક દિશામાં તેમનું પ્રવૃત્તિમય જીવન અને સફળતા ચાલુ રહ્યાં.
૧૯૯૨માં મારે અમેરિકાથી અમદાવાદ આવવાનું બન્યું અને કુમારપાળ સાથે સંજોગવશાત્ શ્રી શંખેશ્વર પેઢીના મેનેજિંગ ટ્રસ્ટી અને જૈન અગ્રણી તથા શંખેશ્વર તીર્થના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠની મુલાકાત થઈ. અરવિંદભાઈએ કુમારપાળને કહ્યું કે હ્યુસ્ટનમાં જૈન દેરાસર બંધાય તો આપણે બનતી બધી મદદ કરીશું, તો તે ધ્યાન રાખશો. ૧૯૯૫માં આ જિનમંદિરની પ્રતિષ્ઠાનું નક્કી થયું, ત્યારે અરવિંદભાઈએ પોતાનું વચન પૂરું કર્યું અને હ્યુસ્ટન જૈન સોસાયટીને દેરાસર અંગે આરસપહાણ અને કોતરણી કરવાનું ખર્ચ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરની પેઢીએ કર્યું. વળી કુમારપાળના પ્રયત્નોથી શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનો આરસના ફ્લોર માટે સહયોગ મળ્યો. પ્રતિષ્ઠાના પ્રત્યેક કાર્યમાં કુમારપાળની મદદ રહી. પ્રતિષ્ઠાના મુહૂર્તા, પ્રસંગોની ગોઠવણી, મંદિરનું આયોજન, પૂજા-વિધિ-વિધાન માટેની સામગ્રીઓ, દેરાસરમાં આરસના ગભારાના બાંધકામની દેખભાળનું કામ નિસ્પૃહભાવે સ્વીકાર્યું. વળી આ પ્રતિષ્ઠાપ્રસંગની સ્મરણિકાનું ‘આર્ટ વર્ક, શિલ્પીઓના વીસા જેવી કેટલીય બાબતમાં કુમારપાળે અંગત સતત રસ લઈને કામ પાર પાડ્યું.
530
વિદેશમાં ધર્મદર્શનનું અજવાળું