________________
૨૦૦૪ સુધીની ૨૦ વર્ષની એમની ઉત્તરોત્તર સિદ્ધિની યાત્રા એક મિત્ર તરીકે મને નીરખવા મળી છે. સતત અભ્યાસવૃત્તિ, મિલનસાર સ્વભાવ, ઉપયોગી થવાની પ્રકૃતિ, ઇતિહાસની સૂઝ અને ધર્મદર્શનનાં તત્ત્વો પામવા માટે તલસ્પર્શી અભ્યાસ – એ બધાંને કારણે તેઓ પ્રગતિના ઊંચા શિખરે પહોંચ્યા છે અને તેથી જ માત્ર જૈન સમાજ કે ગુજરાતી સાહિત્યનું જ નહીં, બબ્બે પદ્મશ્રી' જેવું એક રાષ્ટ્રીય સન્માન પામ્યા છે.
માત્ર જૈન સમાજની દૃષ્ટિએ કહું તો બહુ ઓછી વ્યક્તિઓને આવું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. એમાં પણ શિક્ષણ અને સાહિત્ય માટે તો ભાગ્યે જ કોઈને મળ્યું હશે. કુમારપાળભાઈને વડાપ્રધાન વાજપેયીજીના હસ્તે જેનરત્ન'નો એવોર્ડ મળ્યો, અમેરિકા અને કેનેડાનાં જૈન સેન્ટરોના ફેડરેશન જેના તરફથી પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ મળ્યો અને ખુદ ભારતના રાષ્ટ્રપતિ તરફથી ‘પદ્મશ્રી’ મળ્યો, તે ઘટના અમારે માટે આનંદ અને ગૌરવની ઘટના છે. એમની આવી યશસ્વી સિદ્ધિ માટે ન્યૂયૉર્કનો સમગ્ર સંઘ અને અમેરિકાનો સમગ્ર જૈન સમાજ એમને અભિનંદન આપે છે.
ટ્રસ્ટી, જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂર્યોર્ક) અને જૈન ધર્મ-ક્રિયાઓના નિષ્ણાત
519 નરેશ શાહ