________________
વહેતી સુગંઘ
વિદેશમાં
આ વર્ષ હતું ૧૯૮૪નું, જ્યારે હું ભારતની સફરે આવ્યો હતો. આ સમયે લૉસ એન્જલસના જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફોર્નિયા માટે પર્યુષણ પર્વ દરમ્યાન કોઈ વ્યાખ્યાતાને બોલાવવાની મારી ઇચ્છા હતી. મારા નિકટના સ્નેહીએ આ માટે એક વ્યક્તિનું નામ આપ્યું અને એ વ્યક્તિનું નામ હતું ડો. કુમારપાળ દેસાઈ. તેઓ એ દિવસથી સતત આજ સુધી અમારા સેન્ટરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે.
- ૧૯૮૬માં પર્યુષણ પર્વનાં પ્રવચનો માટે તેઓ લૉસ એન્જલસ આવ્યા. એક અર્થમાં કહીએ તો એ સમયે એમનાં જ્ઞાન અને વિદ્વત્તાનો સેન્ટરને પુષ્કળ લાભ મળ્યો. એમનું પહેલું પ્રવચન હતું ૧૯૮૬ની ૩૧મી ઓગસ્ટે પર્યુષણના મહાભ્યવિશેનું અને એ પછી પર્યુષણ દરમ્યાન એમની પ્રવચનધારા ચાલી, જેમાં પહેલી સપ્ટેમ્બરે મૌન, બીજી સપ્ટેમ્બરે અહમૂની ઓળખ, ત્રીજી સપ્ટેમ્બરે આચારનું મહત્ત્વ અને મૃત્યુ વિશેનું દર્શન, ચોથી સપ્ટેમ્બરે પચખાણ, પાંચમી સપ્ટેમ્બરે ભગવાન મહાવીરનો સંદેશ, છઠ્ઠી સપ્ટેમ્બરે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિભાવના અને સાતમી સપ્ટેમ્બરે માનવ અને જીવનધર્મ એ વિષે પ્રવચન આપ્યાં. હજી એમનાં પ્રવચનોની એટલી જ માગ હોવાથી પર્યુષણ પર્વ પછી પણ એમની પ્રવચનધારા ચાલુ રહી. આઠમી સપ્ટેમ્બરે ભગવાન ઋષભદેવ, નવમી સપ્ટેમ્બરે દાન, દસમી સપ્ટેમ્બરે શીલ, અગિયારમી સપ્ટેમ્બરે તીર્થંકર
ડૉ. મણિભાઈ મહેતા
520