Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 567
________________ પદ્ધ અને શ્રી હા, કુમારપાળ દેસાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો તેથી મને અત્યંત આનંદ થયો, પરંતુ આશ્ચર્ય ન થયું. આનંદ એટલે થયો કે ભારત સરકારે સાચા હીરાની પરખ કરી. આશ્ચર્ય એટલે ન થયું કે તેમના બહુઆયામી વ્યક્તિત્વમાં પદ્મ અને શ્રી’ છુપાયેલાં છે. પદ્મ એટલે કમળ, કમળ, કાદવમાં ઊગે છે છતાં કાદવથી પર રહે છે. કુમારપાળભાઈ સંસારમાં રહેલાં મોહ, આસક્તિ અને અપેક્ષાઓના કાદવમાં રહેવા છતાં તેનાથી પર રહ્યા છે. કમળ સુગંધી છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વની સુવાસ ભારતમાં અને ભારતની બહારના દેશોમાં ફેલાઈ છે. કમળ સુંદર છે. કુમારપાળભાઈનું આંતરિક વ્યક્તિત્વ સૌંદર્યવાન છે. કમળના પાંદડા ઉપર રહેલું પાણીનું બિંદુ સાચા મોતીની જેમ ચમકે છે. કુમારપાળભાઈના હાથે લખાયેલો કોઈ પણ લેખ કે પુસ્તક સાચા મોતીની જેમ ચમકે છે. શ્રી એટલે લક્ષ્મી. કુમારપાળભાઈને યશરૂપી લક્ષ્મી વરેલી જ છે. કુમારપાળભાઈનો મને વ્યક્તિગત પરિચય થયો તે પહેલાં હું તો તેમનાથી પરિચિત હતો જ. જૈન તત્ત્વજ્ઞાન ઉપર લખેલાં તેમનાં પુસ્તકો મને સ્પર્શી ચન્દ્રકાન્ત બી. મહેતા 526

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586