________________
પ્રશંસા કરતાં મને તો ગર્વ અને હર્ષ થાય છે. પરંતુ એમનાં કાર્યોમાંથી અનેક પ્રેરણા લઈને પોતાના જીવનમાં માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે તેમ કહેવામાં પણ જરાય અતિશયોક્તિ નથી.
કુમારપાળભાઈ સાથેનાં કયાં કયાં સંસ્મરણોની વાત કરું ? એમની સાથે પ્રિન્સ ફિલિપને જ્યારે બકિંગહામ પેલેસમાં ડેક્લેરેશન ઓન નેચર અર્પણ કરવાનું હતું ત્યારે તેમની સાથે રહીને અનેક સુખદ પળો માણી છે.
વેટિકનમાં નામદાર પોપ સાથે મિલન યોજાયું ત્યારે પણ શ્રી કુમારપાળભાઈ સાથે રહેવાની તક પ્રાપ્ત થઈ. પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડસ્ રિલિજન્સનાં બે મહાઅધિવેશનોમાં તેમની સાથે હાજરી આપી – એક વાર શિકાગોમાં અને બીજી વાર કેપટાઉનમાં.
આ બધા દિવસો દરમ્યાન અમે સાથે રહી જ્ઞાનગોષ્ઠિઓ કરતા જ હતા, પરંતુ અમારી મિત્રતા હળવાશભર્યા વાતાવરણમાં ખીલી ઊઠતી અને સહૃદયી મિત્રતામાં મેં હંમેશાં એમના વ્યક્તિત્વની સુગંધ માણી છે. નિખાલસ, આડંબરહીન વ્યક્તિત્વ એ કુમારપાળભાઈના સ્વભાવ સાથે વણાયેલ છે અને સોનામાં સુગંધ ભળે તેમ હર કોઈને મદદ કરવા તત્પર અને વ્યવસ્થિતપણે પૂર્ણ આયોજન સાથે કામ હાથમાં લઈને તેને સંપૂર્ણ કાર્યદક્ષતાથી પરિપૂર્ણ કરવાની જે સૂઝ છે તે ખરેખર યશકલગીરૂપ છે. - કુમારપાળભાઈને દેશ-વિદેશમાં માન-સન્માન મળેલાં છે. ભારત સરકાર તરફથી જૈનરત્ન અને પદ્મશ્રી’ના ઉચ્ચ સ્તરના ખિતાબોની નવાજેશ થઈ છે. આ ખિતાબો અને માનસન્માન દર્શાવે છે કે તેમના વ્યક્તિત્વની સુવાસ સર્વત્ર પ્રસરેલી છે. તેમનાં કાર્યોની અનુમોદના અને કદર રૂપે તેમનું યોગ્ય સન્માન થાય એ માટે સર્વને આનંદ થાય જ.
કુમારપાળભાઈ સાથેનાં સંસ્મરણો તાજાં કરું ત્યારે લંડનના મારા નિવાસસ્થાને અમે સાથે બેઠા હોઈએ. સાથે ચા-પાણી પીતા હોઈએ અને મુક્તપણે ચર્ચા કરતા હોઈએ તે દિવસોની સ્વભાવિક યાદ આવી જાય છે. મારો અને કુમારપાળભાઈનો સંબંધ માત્ર વ્યક્તિગત ધોરણે જ નહીં પણ કૌટુંબિક ધોરણે પણ સચવાયો અને સંવર્ધન પામ્યો છે.
કુમારભાઈએ સર્વત્ર આંબાની રોપણી કરી છે અને તેના ફળ સ્વરૂપે મધુર એવી કેરીઓનો ફાલ ઊતર્યો છે. એમણે એવાં ગુલાબ વાવ્યાં છે કે જેની સુવાસ સર્વત્ર ખીલી ઊઠી છે. એમણે મિત્રોનાં, સમાજના અને રાષ્ટ્રનાં કાર્યો હસતા મુખે કર્યા છે. સૌમ્ય અને સહૃદયી કુમારપાળભાઈ ભારતના એક અનન્ય સંતાન છે. એમની દોસ્તીનો
524
ભારતના અનન્ય સંતાન