________________
આગ્રહ નહોતો, છતાં તેમના વ્યક્તિત્વનો પ્રભાવ પડે એ ગમતું. તેઓ ક્યારેય હઠાગ્રહ કે દુરાગ્રહ રાખતા નહોતા, બબ્બે મદદરૂપ થવાની ભાવના હંમેશાં રાખતા. ગુરુશિષ્ય વચ્ચેના સંબંધમાં એક મર્યાદાની દીવાલ હોય છે. એ દીવાલ તો હતી જ છતાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક સંબંધ દિનપ્રતિદિન વધુ ને વધુ મજબૂત થતો રહ્યો હતો. વિદ્યાર્થીને સમજવાનો જે ગુણ તેમનામાં છે, તે ભાગ્યે જ કોઈનામાં હશે !
અભ્યાસમાં તકલીફ હોય તો પ્રોફેસર આપણી મુશ્કેલીઓ દૂર કરે, એવા ચીલાચાલુ શિરસ્તાથી પર રહીને અમારા ગુરુશિષ્યનો સંબંધ વિકસ્યો હતો. માત્ર કૉલેજ-કમ્પાઉન્ડ પૂરતો જ મર્યાદિત નહોતો. તેમના ઘર સુધી વિસ્તર્યો હતો અને ઘરોબો કેળવાયો હતો. કૉલેજ હોય કે ઘર, કુમારપાળસાહેબનો પ્રેમ એકસરખો જ મળતો રહ્યો હતો. તેઓ સામે ચાલીને મુશ્કેલીઓ પૂછતા અને હલ કરતા. એવો ગુણ દરેક પ્રોફેસરમાં નથી હોતો. દરેક ગુરુમાં નથી હોતો.
આજે ગુરુશિષ્ય વચ્ચેનું અંતર દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કહેવાનું મન થાય છે કે કુમારપાળસાહેબમાં ક્યારેય ગુરુનો ગર્વ જોવા મળ્યો નહોતો. તેમનાં વાણી-વ્યવહારમાં અહમૂનો અનુભવ થયો નહોતો બલ્ક હંમેશાં એક નમ્ર માનવનાં દર્શન થયાં હતાં. પ્રોફેસર, લેખક, ચિંતક, ક્રિકેટ-સમીક્ષક અને પદ્મશ્રી. તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓમાં પણ તેઓ સૌમ્ય, સરળ, પ્રેમાળ, લાગણીશીલ અને નમ્ર રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ વિરાટ બન્યું, છતાં તેમનામાં રહેલો માનવ તરીકેનો સગુણ પ્રસંગોપાત્ત છતો થતો રહ્યો. ક્રોધ, ઈર્ષા કે ગુસ્સા જેવા દુર્ગણો ગળી જનારા ડૉ. કુમારપાળ દેસાઈને જ્યારે જ્યારે મળવાનું થાય છે ત્યારે ત્યારે તેમના શિષ્ય હોવાનો ગર્વ મહેસૂસ થાય છે. આવા ગુરુને કોટિ કોટિ હૃદયપૂર્વકના વંદન!
509 કૈલાસ નાયક