________________
સાહેબના લીધે મને દેસાઈ સાહેબનાં લખાણોનો આછેરો પરિચય તો હતો જ. પણ દેસાઈ સાહેબને પ્રથમ વાર મળવાનું થયું ૧૯૮૦ની સાલમાં આ વર્ષે મેં નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો. આમ તો હું અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થિની અને ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક. એટલે કૉલેજકાળ દરમ્યાન હું તેમના વર્ગમાં તેમની સામે બેસીને તો ક્યારેય ભણી નથી, પણ કૉલેજની ઇતર પ્રવૃત્તિઓ જેવી કે વષ્નત્વસ્પર્ધા, નિબંધલેખન, કાવ્યપઠન, ચર્ચા વગેરે માટે મેં જેટલો સાહેબનો લાભ લીધો છે તેટલો કદાચ તેમના ગુજરાતીના વિદ્યાર્થીઓએ પણ નહીં લીધો હોય ! યુવક મહોત્સવમાં કાવ્યપઠન હોય કે એકપાત્રીય અભિનય, સાહેબે મને ખૂબ પ્રેમથી, મીઠાશ અને મૃદુતાથી ક્યારેક પિતૃવત્ તો ક્યારેક મિત્રવતું માર્ગદર્શન આપ્યું છે.
કૉલેજમાં તેઓ સવારે વ્યાખ્યાનોમાં વ્યસ્ત હોય તેથી મને કહેતા, “સાંજે મલ્ટિકોર્સની ઑફિસમાં મળીએ.” સાંજે જ્યારે મળીએ ત્યારે નાનામાં નાની બાબત ઝીણવટપૂર્વક શીખવતા. “આ વિચારને આપણે આ રીતે મૂકીએ તો કેવું? આપણે આ સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારો કરીએ તો ? મને આખું વક્તવ્ય સભામાં બોલતી હોય તેમ બોલી બતાવ” એટલી સહજ અને પ્રેમાળ સૂચનાઓ આપતા કે ધીરે ધીરે મારો આત્મવિશ્વાસ ઘડાતો ગયો. વાચન અને વિચારોની સ્પષ્ટતા કેળવાતી ગઈ અને સાહેબના માર્ગદર્શનના પરિણામે મને દરેકે દરેક વર્ષે યુવક મહોત્સવો અને અન્ય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ બદલ રાજ્ય કક્ષા સુધીનાં પ્રમાણપત્રો મળતાં રહ્યાં. ત્યારથી મેં મનમાં નિશ્ચય કર્યો કે દેસાઈ સાહેબના વર્ગમાં બેસીને ભણવા મળે તો કેવું? અને મેં અંગ્રેજી વિષયની સ્નાતકની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વનો ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું. આ અભ્યાસક્રમમાં દેસાઈ સાહેબ અખબારી લેખન ભણાવતા. લેખનના સિદ્ધાંતો એ એટલી સરળતાથી ભણાવતા કે વર્ષ દરમ્યાન જ અમને થિયરી અને પ્રેક્ટિકલનું જ્ઞાન પ્રાપ્ત થતું.
અમારી ગુરુ-શિષ્યની સ્નેહાળ યાત્રાનો ત્રીજો મોડ આવ્યો જ્યારે હું ભાષાસાહિત્યભવનમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે જોડાઈ. ત્યાર પછી સાહેબ ભાષાસાહિત્યભવનમાં નિયામક અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમાયા. પણ આ બધાંથી અમારા સંબંધો તો એ જ વત્સલ ગુરુશિષ્યાના રહ્યા. સાહેબ આજે પણ મારો પરિચય તેમની વિદ્યાર્થિની તરીકે આપે છે. મારે મન તો હજુ પણ સાહેબ અમારા વહાલસોયા કુમારભાઈ' જ છે.
એક આદર્શ શિક્ષક કેટલો મૂલ્યનિષ્ઠ હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ છે ડૉ. કુમારપાળ દેસાઈ. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકોમાંના શબ્દો કે સિદ્ધાંતો નથી ભણાવતા પણ તેમને સામાજિક મૂલ્યો અને માનવીય મૂલ્યો પરત્વે જાગ્રત કરે છે. સાહિત્ય, શિક્ષણ અને ચિંતનને તેઓ સાથે રાખીને ચાલે છે. જ્યારે શિક્ષક સમાજ સાથે નિસ્બત ધરાવે છે ત્યારે તે મૂઠી ઊંચેરો માનવી
514 મૂલ્યનિષ્ઠ શિક્ષક