________________
બને છે. સામાજિક મૂલ્યોને ઉજાગર કરતો શિક્ષક અસ્મિતાનો રક્ષક અને શુચિતાનો પ્રહરી બને છે. આ નિસ્બતને કુમારપાળ દેસાઈમાં જોઈ છે.
જ્યારે તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવન દ્વારા યોજવામાં આવેલા શુભેચ્છા સમારંભમાં તેમણે કહેલું, “મને દુઃખી અને ગરીબ લોકોની ચીસો સંભળાય છે. મારે દીનજનોનાં આંસુ લૂછવો છે.” આ ઉદ્ગારો વ્યક્ત કરનાર વ્યક્તિને મન માન, સન્માન અને એવૉર્ડ કરતાંય માનવતાનું મૂલ્ય કેટલું ઊંચું છે! પિતા તરફથી મળેલા સાહિત્યશિક્ષણના વારસાને અને માતા તરફથી મળેલી માત્ર બે શબ્દોની શીખ, “ઊંચું જોજેને પોતાના જીવનમાં સંપૂર્ણપણે ચરિતાર્થ કરનાર કુમારભાઈની આંતરયાત્રા સમૃદ્ધ બને અને બાહ્ય યાત્રા અનુકૂળ બને તેવી અભ્યર્થના. આ પ્રસંગે વિદ્યાર્થિની તરીકે આશીર્વાદ માગવાનું મન થાય, “પુત્ર શિષ્ણાત પર ઝયં વાંચ્છતા”
515 દર્શના ત્રિવેદી