________________
ડૉ.
કુમારપાળ દેસાઈ જ્યારે નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં પ્રોફેસર હતા ત્યારે હું તેમનો વિદ્યાર્થી હતો. કૉલેજમાં દાખલ થયો એ પહેલાંથી જ તેમના નામથી પરિચિત હતો, એટલે તેમના વિદ્યાર્થી તરીકે ભણવાનો મોકો મળતાં જ ગર્વ મહેસૂસ ક૨વા લાગ્યો હતો. ‘ગુજરાત સમાચાર’નાં ‘શ્રી’ સાપ્તાહિકમાં મારી પ્રથમ ટૂંકી વાર્તા છપાયા બાદ, મારી નવી નવી કલમને પ્રોત્સાહનની ખૂબ જરૂ૨ હતી, યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા હતી.
મને હજુય યાદ છે એ દિવસ, મારી વાર્તાઓનાં કટિંગ્સ બૉર્ડ ઉપર મૂક્યાં હતાં. તે જોઈને તેમણે મને સ્ટાફરૂમમાં મળવા બોલાવ્યો હતો. મારો અને તેમનો
આ પ્રથમ પરિચય હતો. સામાન્ય રીતે, નવાસવા વિદ્યાર્થીને પ્રોફેસર સમક્ષ ઊભા રહેતા જ ડર લાગે ! પ્રથમ મુલાકાતમાં જ મને મારા સરે' ખાસ્સો પ્રભાવિત કરી નાખ્યો હતો. તેમના શબ્દેશબ્દમાં મને પ્રેરણારૂપ બનવાનો રણકો સંભળાયો હતો. ‘ગુરુ વિના જ્ઞાન નહિ' એ વાત સ્વીકારી લઈને, મેં મનોમન તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી લીધા હતા. પછી તો હું નાની નાની મૂંઝવણ લઈને તેમની સમક્ષ ઊભો રહેતો. જાણે ગુસ્સે થવાનું તો તેમના સ્વભાવમાં જ નથી. હંમેશાં મલકાતો ચહેરો ! મારી મૂંઝવણ કે મુશ્કેલી દૂર કરવાનો ખ્યાલ જાણે તેમને પહેલેથી જ આવી ગયો હોય તેમ તેઓ પૂછતા : બોલ, મારે તને કઈ રીતે મદદ કરવાની છે ? નિઃસંકોચ કહે.'
507
કોટિ કોટિ વંદન
કૈલાસ નાયક