________________
યુ વર્સસ યુ
. કુમારપાળ દેસાઈ – મારા સર. જેમનું નામ નાનપણથી વાંચતી આવતી હતી અને ગુજરાતી ભાષાનો કક્કો શીખી ત્યારે ગુજરાત સમાચાર' વાંચતાં શીખી એ દિવસોથી જેમને જાણતી હતી તે મારા સર શ્રી કુમારપાળભાઈ દેસાઈએ મને પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે લેવાની હા પાડી એ મારું અહોભાગ્ય. એ દિવસ, એ ક્ષણ મને ક્યારેય નહીં ભુલાય. જ્યારે સરને મેં પહેલી વાર વિશ્વકોશના કાર્યાલયમાં ખૂબ નજીકથી જોયા. એમની સામેની ખુરશીમાં બેઠી. મારો પરિચય આપ્યો. અતિશય આનંદને લીધે હું મરક-મરક હસ્યા જ કરતી હતી. સર એક પછી એક એમનાં કામ ઉકેલતા જતા હતા. “હાં... તો બોલો પુનિતા... કયા કયા વિષય વિચારી રાખ્યા છે” સીધી વિષય અંગેની વાત. મને ખાતરી થઈ ગઈ – મારી નાવ પાર ઊતરશે.
એ અગાઉ સરને માત્ર તસવીરોમાં જોયા હતા. વિદેશ વ્યાખ્યાન આપવા જતા, ચંદ્રક-સન્માનની નવાજેશ થઈ હોય કે કોઈ નવો કાર્યભાર સંભાળ્યો હોય તો તેની વિગતો ગુજરાત સમાચારમાં આવતી અને તેમની સુંદર સ્મિત સાથેની તસવીર. ક્યારેક થતું કે તસવીરમાં છે એવા જ હશે ? રૂબરૂ મળતી ત્યારે એ જ સ્મિતથી આવકાર. સંમોહન. તમે કામ કરે જ જાઓ. ને ભાર પણ ન લાગે.
ને શરૂ થઈ મારી શોધ-સર્જન-લેખનયાત્રા. ગુજરાતી અખબારો અને નારીચેતના” એ વિષય
પુનિતા હë
503