________________
બાંધવાની પરિકલ્પનાને વાસ્તવિકતા બનાવી દીધી. એમની મીઠી-મધુર વાણીએ સૌનાં હૃદય જીતી લીધાં. જ્યારે પણ કોઈ મુશ્કેલી કે સમસ્યા ઊભી થાય ત્યારે અમે વિના સંકોચે એમની પાસે પહોંચી જઈએ છીએ. તેઓ અત્યંત સરળતાથી અમારી વાત સાંભળીને ઉપાયોની સૂચી તૈયાર કરી દેતા હોય છે. અમારા દરેકનો પ્રશ્ન એ માત્ર અમારો જ ન રહેતાં ડો. દેસાઈનો બની જાય છે. એમના મુખે કાયમ એ જ સાંભળ્યું છે કે “ચિંતા ના કરશો. હું બધું સંભાળી લઈશ.” આમ અમને સૌને ચિંતામુક્ત રાખી ડૉ. દેસાઈ બધી જવાબદારી તેમના કાર્યક્ષમ ખભા ઉપર સહેલાઈથી ઉપાડી લે છે.
ડૉ. કુમારપાળ દેસાઈની સંવેદનશીલતા અને પોતીકાપણાનો વધુ એક અનુભવ ત્યારે થયો જ્યારે મને ડિસેમ્બર ૨૦૦૩માં કાર અકસ્માત નડ્યો. ડૉ. દેસાઈએ મને સાંત્વના આપતાં ફરી એક વાર કહ્યું: ચિંતા ન કરીશ. બધું સારું થઈ જશે.” તેઓ તેમની અત્યંત વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને મારી ખબર કાઢવા મારા ઘર સુધી આવ્યા. ડો. દેસાઈ દયા અને કરુણા સૌ માટે રાખે પણ કાર્ય કરાવવામાં ક્યારેય બાંધછોડ ન કરે. પ્રેમથી પણ કામ તો કરવું જ પડશે એ વાત તેઓ બધાને વહાલથી ગળે ઉતારી શકે છે. ડૉ. દેસાઈ અભૂતપૂર્વ રીતે મહાવીરની કરુણા અને આધુનિક યુગની “મેનેજરિયલ સ્કિલ્સ વચ્ચે સમન્વય સાધી શક્યા છે. તેઓ કરુણાને રિડિફાઇન કરી શક્યા છે.
આવા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાથે કાર્ય કરવાનો મોકો મળ્યો એ માટે હું પોતાને સદ્ભાગી ગણું છું અને તેમને કોટી કોટી વંદન કરતાં તેમની ઉત્તરોતર પ્રગતિ થાય અને તેઓ દીર્ઘ આયુષ્ય ભોગવે તેવી શુભેચ્છા.
499.
નૂતન ડામોર