________________
સેવક, ધર્મઉપદેશક, સમીક્ષક, માર્ગદર્શક વગેરે તો છે જ, પણ આથી વિશેષ તેઓ એક માયાળુ મહાનુભાવ છે જે તેમના વ્યક્તિત્વનું સૌથી વિશિષ્ટ જમા પાસું છે. દેશ-વિદેશમાં ખ્યાતિ અને પદ્મશ્રીનો ઇલકાબ ધરાવતા ડૉ. કુમારપાળ દેસાઈ એટલા બધા વિનમ્ર, માયાળુ, વિવેકી અને મિલનસાર છે કે તમે કલ્પના જ કરી ન શકો. તેમની વિશ્વ-લોકપ્રિયતા માટે આ અનેરું વ્યક્તિત્વ જ કારણરૂપ હોઈ શકે. લોકપ્રિય સર્જન કરવું અને સર્જન કર્યા પછી સર્જન અને સફળતા વચ્ચે નિસ્પૃહી રહેવું એ ખૂબ મહત્ત્વની બાબત છે. માત્ર કૉલમ ખાતર જ કલમ ચલાવવી કે સર્જક કહેવડાવવા માટે સર્જન કરવું તેવા કોઈ ધંધાદારી સાહિત્યકાર કે ચિંતક નથી, પણ જેમના સર્જનમાંથી, ચિંતનમાંથી, આંતરિક સૌંદર્યનો ફુવારો માણવા મળે છે તેવા તેઓ સાત્ત્વિક સર્જક છે, માર્ગદર્શક છે.
પોતાના લેખન અને વક્તવ્ય દ્વારા માનવજીવનમાં આશા, ઉત્સાહ, વિશ્વાસ, શ્રદ્ધા, પુરુષાર્થ, સેવા અને પ્રેમની જ્યોત જગાવનાર ડો. કુમારપાળ દેસાઈ આજના સસ્તા, છીછરા અને ગલગલિયા ઉપજાવે તેવા સાહિત્ય-સાગરમાં દીવાદાંડીરૂપ છે. તેમના સર્જન કે વક્તવ્યમાં ક્યારેય આછકલાઈપણું કે સ્વચ્છંદતા જોવા મળશે નહિ. તેમના સર્જનમાં જીવનની આંધીનો સામનો કઈ રીતે કરી શકાય, નિરાશાની ખીણમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, તમારી તાકાતને કઈ રીતે જાણી શકાય અને તેમાં વધારો કરી શકાય, અન્યાય અને દુર્ગુણો સામે કઈ રીતે લડી શકાય, ખામીને ખૂબીમાં કઈ રીતે ફેરવી શકાય, પ્રેમ વડે જંગ કઈ રીતે જીતી શકાય – વગેરે જોવા મળે છે. તેમનું સર્જન – વક્તવ્ય જjમ સંઘયતે ઈરિન જેવું છે. તેમનો વાચક રેતીમાં વહાણ હંકારીને, હતાશા ખંખેરી આગળ ધપે છે. એવરેસ્ટ સર કરતો થઈ જાય છે જે તેમની ભવ્ય સફળતા જ કહી શકાય.
હોશિયાર ખેડૂત, જેમ એક વાડીમાંથી અનેક ઊપજ મેળવી શકે છે તેમ કુમારપાળ દેસાઈએ પણ અનેક ક્ષેત્રે ખેડાણ કરીને – સફળતાપૂર્વક – ઊપજ મેળવેલ છે. તેમણે બાલસાહિત્ય, યુવા સાહિત્ય, પ્રોઢ સાહિત્ય, ધાર્મિક સાહિત્ય નવલિકાસાહિત્ય, રમતગમત સાહિત્ય, શોધ-સંશોધન સાહિત્ય, વિવેચન સાહિત્ય, પત્રકારત્વ, ગ્રંથનિર્માણ, વિશ્વકોશ જેવાં ક્ષેત્રોમાં પણ સિદ્ધહસ્ત સફળતા મેળવી છે. તમામ ક્ષેત્રે તેમણે નિપુણતા મેળવી છે. જે-તે ક્ષેત્રના તેઓ વિદ્વાન શાસ્ત્રી ગણાય છે. રમત-ગમતના ક્ષેત્રે તેઓ મોબાઇલ લાઇબ્રેરી ગણાય છે તો જૈનદર્શનના શ્રેષ્ઠ ફિલોસોફર ગણાય છે. ધર્મ-ચિંતન માટે તેઓને વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીએ ખાસ સન્માનિત કરેલ છે. આ ઉપરાંત દેશ-વિદેશમાં પણ તેઓને અનેક પુરસ્કારો ઇલકાબો અને ચંદ્રકો મળેલ છે.
જેમના લેખન અને જીવનમાં કોઈ પણ ભેદભાવ જોવા મળતો નથી તેવા ડૉ. કુમારપાળ
492 માર્ગદર્શક અને જીવનદર્શક પ્રેરણામૂર્તિ