________________
વત્સલ
બ્યક્તિત્વ
ભાષાભવનમાં જોડાયા પછી થોડા જ દિવસો પસાર થયા હતા. વ્યાખ્યાન લઈને હું મારા રૂમમાં બેઠી હતી. ત્યારે એક કર્મચારી ચાનો કપ લઈને મારા રૂમમાં આવ્યા. મને આશ્ચર્ય થયું કે ચા તો મેં મંગાવી નથી કે નજીકમાં મળતી પણ નથી. એટલે મેં ચા લાવનાર કર્મચારીને સહસા પૂછ્યું, “ચા કોણે મોકલાવી છે ?” ત્યારે કર્મચારીએ કહ્યું, દેસાઈસાહેબે.” આ દેસાઈસાહેબ એટલે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, જેમના નામથી તો હું ઘણી પરિચિત હતી. તેમનાં લખાણો પણ વાંચતી હતી અને ભાષાભવનમાં આવી ગૌરવવંતી વ્યક્તિ સાથે હું કામ કરું છું તેવું એક અભિમાન પણ મનમાં હતું. સાથે સાથે એ વાતનો પણ ખ્યાલ હતો કે દેસાઈસાહેબ મોટા ગજાના વિદ્વાન છે. એટલે મને આશ્ચર્ય થયું કે મારા જેવા નવા જોડાયેલાં અધ્યાપક સાથે તેમના આવા ઉષ્માપૂર્ણ વ્યવહારથી તેમના માટે આદરની લાગણી ઉદ્ભવી ધીરજપૂર્વક તેમના રૂમમાં ગઈ અને તેમની ચા મોકલવા માટે આભાર માન્યો ત્યારે તેમણે હસીને કહ્યું, “તમે અમારામાંનાં જ છો. તમે ક્યાં પારકાં છો ? આટલી અમસ્તી વાતમાં આભારે શાનો માનવાનો?''
ડૉ. કુમારપાળ દેસાઈ જ્યારે ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા ત્યારે તેમને અભિનંદન આપ્યા તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું, આપણે તો સાથે જ કામ કરવાનું છે ને !” આવો જ અભિગમ
સુનંદા શાસ્ત્રી
496