________________
થયા પછી તે નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે જોડાયા. ૧૯૮૨ સુધી ત્યાં રહ્યા. નવગુજરાત કૉલેજમાં હતા ત્યારે મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટના જૉઇન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરતા. પત્રકારત્વક્ષેત્રે પણ તેમણે આ સમયમાં કામ કર્યું.
મને મળેલી માહિતીના આધારે કહી શકું. કે તેઓ વિદ્યાર્થીવત્સલ અધ્યાપક છે. તેમની વિદ્યાની લગની એટલી બધી છે કે તેમણે મધ્યકાલીન સાહિત્ય અને જૈનદર્શન ઉપર ઘણાં પુસ્તકો લખ્યાં છે. યુરોપના જૈન સમાજમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થતા ત્રૈમાસિક ‘ધ જૈન’ના તે એક સલાહકાર છે. તેમણે પોતાના સદ્ગત પિતાની સ્મૃતિમાં જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી છે અને એના ઉપક્રમે જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાન, અન્ય વ્યાખ્યાનશ્રેણી અને પ્રકાશન-પ્રવૃત્તિ ચાલે છે.
ગુજરાતના સંસ્કારજીવનને ઘડવામાં ડૉ. કુમારપાળ દેસાઈનો ફાળો મહત્ત્વનો છે. અનેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવા છતાં ડૉ. કુમારપાળ દેસાઈ અધ્યાપનકાર્યને અગ્રિમતા આપે છે. તેમના માર્ગદર્શન નીચે પીએચ.ડી.નું સંશોધનકાર્ય કરતા વિદ્યાર્થીઓ તેમની વિઘાકલાપ્રિયતાનાં મનભર વખાણ કરતા જણાય છે.
એક અધ્યાપક તરીકે શ્રી કુમારપાળ જેવા વિદ્યાર્થીઓની પ્રાપ્તિને હું પ્રભુનો અનુગ્રહ માનું છું. શ્રી કુમારપાળ દેસાઈનું અધ્યાપનકાર્ય અત્યારે ચાલુ છે. મને શ્રદ્ધા છે કે એક નવી પેઢીને તૈયાર કરવાનું તેમનું વિદ્યાકાર્ય સદૈવ સ્મરણીય રહેશે.
આવા સાત્ત્વિક સારસ્વતને અનેક માન-સન્માન મળ્યાં છે. એમનું જીવનકાર્ય આપણી ઊગતી પેઢીને પ્રેરણાદાયક નીવડશે.
470
વિદ્યાનુરાગી વિદ્યાર્થી અને સંનિષ્ઠ શિક્ષક