________________
વ્યક્તિત્વનું ધ્યાના પાસું રહ્યું છે – બલ્ક એ સમૃદ્ધિ ક્રમશઃ જેમ જેમ વધતી ગઈ છે તેમ તેમ તેમની લાક્ષણિક નમ્રતાની માત્રા પણ નિરંતર વધતી જ રહી છે. ખરે જ, મહાકવિ કાલિદાસે યથાર્થ જ કહેલ છે કે:
ભવન્તિ નJ: તરવ: છાનોમૈ. नवाम्बुभि: भूरि विलम्बिजना घनाः । अनुद्धताः सद्पुरुषाः समृद्धिभिः
स्वभावेव शेष: परोपकारिणाम् ।।" (અર્થાત્ ફળો આવવાથી વૃક્ષો નીચાં નમે છે અને જળ ભરાયેથી વાદળો નીચે ઊતરે છે, તેમ લોકકલ્યાણના કાર્યમાં વ્યસ્ત રહેતા સત્પરુષો નમ્રાતિનમ્ર બની જતા હોય છે.). - હવે ટૂંક સમયમાં ડૉ. કુમારપાળ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમના અધ્યાપન અને સંશોધન-માર્ગદર્શનના કાર્યમાંથી નિવૃત્ત થવાના છે, ત્યારે સાહિત્યસર્જન અને વર્તમાનપત્રો, રેડિયો-ટીવી, વ્યાખ્યાનો ઇત્યાદિ સમૂહમાધ્યમો દ્વારા શિક્ષણ, સંસ્કૃતિ અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનનાં ક્ષેત્રોમાં લોકજાગૃતિ માટે વધુ વ્યાપક અને સંગીન પ્રદાન કરવા માટે તેઓ પોતાનો વધુ સમય અને શક્તિ ફાળવી શકશે એ નિઃશંક છે. તેમનાં વિશાળ જ્ઞાન, અનુભવ, બહુશ્રુતતા અને જીવનદૃષ્ટિનો લાભ લેવાનું સરકાર તેમજ સમાજ પણ ચૂકશે નહિ એમ સહેજે અપેક્ષા રહે છે. એ માટે ઈશ્વરના ઉત્તમોત્તમ આશીર્વાદ નિરંતર વરસ્યા કરે તેવી શુભેચ્છાઓ સાથે ડૉ. કુમારપાળ દેસાઈને આપણે કહીએ કે :
“शान्तानुकूल पवनश्च શિવ પ્રસ્થા: //
468 અનુદ્ધત પુરુષ