________________
મૂઠી ઊંચેરા
'માનવી
સને ૧૯૭૭ની એક ઢળતી સાંજ. આમેય સૌરાષ્ટ્રની સાંજ રમણીય અને મનોહર હોય છે. આવી આફ્લાદક સાંજે ડૉ. કુમારપાળ દેસાઈનું આગમન થાનગઢમાં થવાનું છે તે વાત સાંભળીને લોકોમાં એક અનેરો ઉત્સાહ સાગરતરંગની જેમ ફેલાઈ ગયો. મારા મામાશ્રી ડૉ. ઉમેદસિંહજી રાણા ગામના અગ્રણી અને કોંગ્રેસ પક્ષના મોવડી હતા. ડો. કુમારપાળ દેસાઈ તેમના પરમ મિત્રના પુત્ર, એક જાણીતા સાહિત્યકાર, વિદ્વાન અને સમીક્ષક હોઈને તેમણે ડૉ. દેસાઈને હસ્તે હું પીએચ.ડી. થઈ, તે નિમિત્તે સન્માન સમારંભનું આયોજન કર્યું હતું.
ગામલોકોના આકર્ષણના કેન્દ્ર તે વખતે ડૉ. દેસાઈ જ હતા. ત્યારે તેઓ નવયુવાન છતાં પણ સૌજન્યમૂર્તિ, વિદ્વાન છતાં પણ સાદગીવાળા, ગંભીર અને વિનમ્રતાયુક્ત હોવાથી લોકો તેમના અને તેમના પ્રવચનથી ઘણા જ પ્રભાવિત થયા હતા. તેઓ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત' પ્રસ્તુત કરતા અને ઘણું બધું સાહિત્ય પીરસીને તેમણે જનતાના હૃદયમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. મારા પિતાશ્રી થાનગઢ વાસુકિ મંદિરના મહંતશ્રી તરીકે જ ઓળખાતા. તેમની પ્રતિષ્ઠા ઘણી એટલે તેમણે પણ લોકલાડીલા જયભિખ્ખના પુત્ર ડૉ. કુમારપાળને ઘણા પ્રેમ અને આદરથી સન્માનિત કર્યા. “વાસુકિ મંડળ તરફથી ડૉ. દેસાઈનું અદકેરું સન્માન કરાયું ને તેઓએ મારું, થાનગઢમાં પ્રથમ પીએચ.ડી.ની ડિગ્રી
ક્રિષ્ના ગોવામી
482