________________
કબજો લેતા પ્રશ્નોના ઉત્તરો પણ નવતત્ત્વમાં છે. આવા અમૂલ્ય ગ્રંથના સંશોધનમાં અત્યંત પ્રસન્નતાપૂર્વક અને સરળ માર્ગદર્શન આપ્યું. સંપૂર્ણ મહાનિબંધ તૈયાર થયો ત્યાં સુધી સતત એક જ પ્રેરણા આપતા રહ્યા છે કે ખૂબ હળવા રહીને લેખનકાર્ય કરો. મન ઉપર બોજ રાખશો નહિ. આવા પ્રેરણાદાયી પ્રોત્સાહન અને સંમતિદાનથી અમે ઉપકૃત છીએ.
બહુમુખી પ્રતિભાસંપન્ન કુમારપાળભાઈ વર્ગોમાં અધ્યાપન દ્વારા યુવાનોને પ્રગતિનું નવદર્શન કરાવી પ્રત્યક્ષ ઘડતર કરી રહ્યા છે તો ચરિત્રાદિ લેખનથી પ્રોઢોને વિશિષ્ટ જીવનદર્શન અને સંસ્કારબોધક સેંકડો કથાઓથી કિશોરોને નવપ્રેરણા આપવાનું કાર્ય કરી રહ્યા છે.
કુમારપાળભાઈ પાસે જેમ કલમ છે તેમ પ્રાસાદિક વસ્તૃત્વ પણ છે. છટાદાર, મુદ્દાસર છતાં રસતરબોળ કરે તેવાં એમનાં વ્યાખ્યાનો હોય છે. એથી દેશ-વિદેશમાં ખૂબ જાણીતા છે. જૈનદર્શનના ઉન્નત આદર્શોના વિસ્તરણમાં એમનો ફાળો અભૂતપૂર્વ છે.
આમ તો કુમારપાળભાઈ ઉંમરમાં સાઠના આંકને પાર કરી ગયા છતાં એમના મુખ પરના તરોતાજા હાસ્યથી યૌવનસુલભ ઉત્સાહે સદા તરવરતા લાગે છે. આ નિરામય સદાબહાર વ્યક્તિત્વ એમને શતાયુષી બનાવે અને ગુજરાતને એનો લાભ મળતો રહે.
અંતમાં એમના અગાધ જ્ઞાનસાગરમાંથી અમને હંમેશાં ઉદાત્ત પ્રેરણા અને અમૂલ્ય યોગદાન મળતાં રહે એવી અભ્યર્થના.
487 મહાસતી વિસ્તીર્ણાજી