________________
ઘટ ભિન્ન...
જલભિન્ન
એતિહાસિક નામ ધરાવતા પદ્મશ્રી કુમારપાળ દેસાઈ કોઈ વીતી ગયેલી ઘટના કે વ્યક્તિ નથી. એ કેટલા પ્રવૃત્તિમય છે એની જાણ એમના સંપર્કમાં આવેલા લોકોને તો છે જ – પણ જે માત્ર નામથી ઓળખતા હશે એમને પણ આછો-પાતળો ખ્યાલ તો હશે જ. આ એ માણસ છે જેનું વ્યક્તિત્વ ન માની શકાય એવા છેડાઓને અડે છે. આમ એ સાહિત્યના કહેવાય – પણ એક બાજુ એ જૈન ધર્મ સાથે સંકળાયેલા સમૂહોમાં પ્રવચન કરે છે; પણ આ વાત ન ભૂલવી જોઈએ કે એ જેનદર્શનના જાણકાર વિદ્વાન છે.) તો બીજી બાજુ આબાલવૃદ્ધ, નિરક્ષર કે સાક્ષરને પણ પ્રિય એવી રમત ક્રિકેટના નિષ્ણાત પણ ગણાય છે. એમણે બાળકો માટે પણ લખ્યું છે, વૃદ્ધો વિશે પણ લખ્યું છે – સ્ત્રીઓ સંબંધી લખાણ પણ કર્યા છે. સાહિત્યનાં પુસ્તકો તો ખરાં જ: પાછું ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખ્યું છે. ખરા અર્થમાં વિશ્વકોશીય’ – વૈવિધ્યસભર – લેખન એમણે કર્યું છે.
એમની જોડે મારો આરંભિક પરિચય એક સહકર્મચારી તરીકેનો હતો. અને હવે જ્યારે તેઓ, ભાષાસાહિત્યભવનના નિર્દેશક થયા છે ત્યારે
બ્યુરોક્રેટિક કેડર પ્રમાણે તેઓ અમારા 'boss' કહેવાય !! આમ જોવા જાઓ તો આ રાહતની બાબત છે કે અમારે ત્યાં અધ્યાપકોમાં આવું કંઈ હોતું નથી. પણ જો ઘડીભર માની લઈએ (પેલી બ્યુરોક્રેટિક કંડર પ્રમાણે) તો હું કહીશ જેમ અમને
વંજ ના અગડે
478