Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 518
________________ ડૉ. કુમારપાળ દેસાઈ ઉત્તમ લેખકની સાથે માર્મિક વિવેચક છે. સાહિત્યની સાથે-સાથે ક્રિકેટમાં પણ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમનાં પુસ્તકો યુવાનોથી માંડીને વૃદ્ધો સુધી બધાને ઉપયોગી બન્યાં છે, તેનું કારણ એ છે કે તેમનામાં જે વિચારો છે તે તેમના લેખનમાં આવે છે. તેમની ભાષા વાંચવામાં પ્રભાવશાળી અને સમજવામાં સુગમ છે. વ્યક્તિના જીવનમાં હતાશા કે નિરાશા હોય અને જીવનમાં પ્રગતિ સાધવાની તમન્ના હોય અને બાળકોને જે સંઘર્ષ કરવો પડે તે એમના પુસ્તક “નાની ઉંમર અને મોટું કામમાં સારી રીતે જોવા મળે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું નામ આજે દેશભરમાં જાણીતું છે, કારણ કે તેઓ નાના બાળક સાથે બાળક, યુવાનો સાથે મિત્ર અને વડીલો કે વૃદ્ધો સાથે આદર્શ ભાવે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. એટલું જ નહીં, જે વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે તેમ છે તેઓને સ્કોલરશીપ આપીને આર્થિક રીતે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. આટલી વિદ્વત્તા વરેલી હોવા છતાં ડૉ. કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. સદાય તેમનો પ્રેમાળ અને હસમુખો ચહેરો જાણે કે લોકો માટે જ તેમનું જીવન સર્જાયું હોય તેવો લાગે છે. ડૉ. કુમારપાળ દેસાઈ લોકો માટે કંઈક નવું કરવાનું વિચારતા હોય છે. તેમનું આદર્શ વ્યક્તિત્વ, તેમની સાદાઈ સહુને ગમે છે. આજેય ડૉ. કુમારપાળ દેસાઈ “ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત', ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ જેવી કૉલમો નિયમિત લખે છે. તેમના એક પુસ્તક “અપંગનાં ઓજસ'નું બ્રેઇલ લિપિમાં અને હિંદીમાં રૂપાંતર પણ થયું છે. છેલ્લે આપણે એટલું તો ચોક્કસ પણે કહી શકીએ કે ડૉ. કુમારપાળ દેસાઈ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને તેમનું આદર્શ વ્યક્તિત્વ આપણને સૌને પ્રેરણારૂપ બની રહે તે જ અભ્યર્થના. સંક્ષિપ્તમાં કહું તો ડૉ. કુમારપાળ દેસાઈ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે, પરંતુ મને તે ગરવી ગુજરાતનું મહામૂલું ઘરેણું લાગ્યા છે. તેમના વિચારોનાં વાવેતર હજુ વધુ ને વધુ સમૃદ્ધ બની ઊગી નીકળે તેવી શુભકામનાઓ. 471 ભીમજીભાઈ નાકરાણી

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586