________________
આવા બૉસ મળ્યા (ફળ્યા) એમ બધાને મળે (ફળે)’. આના માટે સત્યનારાયણની કથા કરવાની જરૂ૨ નથી. જો અધ્યાપકમિત્રો પરસ્પર સંઘર્ષ કરીને એટલા બદહાલ થઈ જાય તો પછી જ્યાં સુધી ઇતિહાસનાં પાનાંમાંથી કોઈ કુમારપાળ ન આવે ત્યાં સુધી એમનો ઉદ્ધાર ત્રિવાર શક્ય નથી.
ભાષાભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફૅકલ્ટીમાં ડીન થયા પછી અનેક કારણોસર એમને વારંવાર મળવાનું થયું. જેમ જેમ હું એમના પરિચયમાં આવતી તો એમના સ્વભાવનો મને પરિચય થયો. અહીં કુમારપાળભાઈની બે-ત્રણ ખાસિયતો વિશે મારે ચોક્કસ લાગણી અને આદરથી ઉલ્લેખ કરવો જોઈએ.
આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છે જેમાં કહેવાતા મોટા માણસો અને લેખકો પણ લોકોને એકબીજાથી છૂટા પાડવાની, તોડવાની પ્રવૃત્તિમાં રત હોય છે ત્યારે કુમારપાળભાઈ જોડવાની કોશિશ કરે છે. તેઓ સંઘર્ષમાં નહીં પણ સંવાદમાં માને છે. આજનો આપણો સમય સંદેહ અને અવિશ્વાસનો છે. કહેવાતા મોટા લોકો અને આત્મીયજન પર પણ વિશ્વાસ રાખવો શક્ય નથી રહ્યું ત્યારે કુમારપાળભાઈ, જ્યાં સુધી શક્ય હોય, બીજાને મદદરૂપ થવા પ્રયત્નશીલ હોય છે. સાહિત્ય અને અધ્યાપન જગત સાથે સંકળાયેલા લોકોને મદદરૂપ થવું એક પ્રકારની પ્રોફેશનલ નીડ પણ ગણી શકાય. પણ સામાન્ય માણસને મદદરૂપ થવું મોટી વાત ગણાય. ‘માતૃવચન’નું પાલન કરીને કુમારપાળભાઈએ અસંખ્ય લોકોની મદદ કરી છે – આ બાબત નોંધપાત્ર છે.
સામાન્ય રીતે એ તમારી સાથે સહમત થઈ જાય, પણ ઉતાવળમાં કંઈ પણ ‘કમિટ’ ન કરે – પછી એ એમનાં રાજનૈતિક વલણો હોય કે અન્ય કોઈ બાબત. ‘હા એ હા’ પાડવાની એમને ટેવ નથી.
ભાષા અને અલંકારનો કસબ હાથવગો હોવા છતાં એમના ઉપયોગમાં વિવેક દાખવવો જેમ એક સિદ્ધ કવિનું લક્ષણ છે એમ પોતાના હાથમાં સત્તા હોવા છતાં ક્યારે એનો ઉપયોગ ન ક૨વો, બીજાનું અહિત કરવા માટે તો નહીં જ – અને ત્યારે વિશેષ, જ્યારે તમે એમને ન ગમતું કર્યું હોય – એક વિરલ ઘટના છે. માણસ સત્તા ઉપર હોય અને પોતાના પક્ષમાં તેનો ઉપયોગ કરે
આ બાબતમાં ત્યાં સુધી વાંધો ન હોઈ શકે જ્યાં સુધી બીજાનું અહિત ન થઈ જતું હોય. આજના સમયમાં આ બાબતનું ધ્યાન રાખવું મોટી બાબત છે. અને કુમારપાળભાઈમાં આ ખાસિયત છે.
-
-
મારી દૃષ્ટિએ એમના વ્યક્તિત્વનું ઉત્તમમાં ઉત્તમ પાસું છે – બીજાની સ્વતંત્રતા જાળવી રાખવી. છપ્પન વર્ષના આપણા લોકતંત્રમાં જ્યારે સ્વતંત્રતાના નામે સર્વત્ર બીજાને ભૂંસી નાખવાની, ઇતિહાસનાં પાનાંઓ ફાડી કે બાળી નાખવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, કાવત્રાંઓ રચાય છે, ત્યારે બીજાની ‘સ્પેસ’ ઝૂંટવી ન લેવી, એટલું જ નહીં પણ બીજા માટે ‘સ્પેસ’ ઊભી
479
રંજના અરગડે