________________
Mખશિખ
સજ્જનતા
અમારપાળ દેસાઈનો મને પરોક્ષ પરિચય વર્ષોથી. અપરોક્ષ પરિચય એમની વૃત્તપત્રોની વિવિધ કટારોમાંના એમના વિચારઅનુભવપિંડમાંથી મારા ચિત્તમાં કંડારાયેલું એમનું સુજનતાની સુવાસ પ્રસારતું વ્યક્તિત્વ. મારા ચિત્તમાંની આ છાપને દઢાવી એમના પ્રત્યક્ષ પરિચયે. એમની સાથેનો મારો પ્રત્યક્ષ પરિચય થયો ૧૯૮૦ના જુલાઈ કે ઑગસ્ટ માસમાં.
આ પ્રત્યક્ષ પરિચયનું નિમિત્ત દુઃખદ હતું. ત્યારે તાજેતરમાં જ “કુમાર'ના તંત્રી બચુભાઈ રાવતનું નિધન થયેલું. તેમના વિશે કુમારપાળ દેસાઈ ઈંટ અને ઇમારત' નામની પોતાની કટારમાં શ્રદ્ધાંજલિ રૂપે કંઈક લખવા માગતા હતા. એ લેખની પૂર્વતૈયારી કરવા, સદ્ગત બચુભાઈ રાવત વિશે વધુ જાણકારી મેળવવા તેમણે મારી સાથે મારા નિવાસસ્થાને એક બેઠક કરી. જોકે તે ધારત તો સદ્ગત બચુભાઈ રાવત વિશેનાં અન્ય લખાણોમાંથી ઉપયોગી સામગ્રી મેળવી શક્યા હોત, પણ એમને બચુભાઈ વિશેની વધુ અંગત જાણકારી અને એમના વ્યક્તિત્વની ખાસિયતો ઉપલબ્ધ થાય તે માટે તેમણે ઉપરોક્ત બેઠક યોજી હતી. આ દૃષ્ટાંત હું એટલા માટે આપી રહ્યો છું કે કુમારપાળ દેસાઈ એ માત્ર કહેવા પૂરતા પત્રકાર કે લેખક નથી. જેના વિશે લખવું હોય તેના વિશે ચોકસાઈપૂર્વકની માહિતી મેળવવાની ખાંખતમાં એમનામાંના નિષ્ઠાવાન પત્રકારનો પરિચય થાય છે. આમ, હું કહી શકું કે
ધીરુ પરીખ
473