________________
પ્રસંગો આવ્યા છે. તે ઉપરથી એટલું તો નક્કી કે કુમારભાઈ એક સાચા તત્ત્વચિંતક તરીકે ઊભરી રહ્યા છે.
સાહિત્યસર્જન, સંશોધન, પત્રકારત્વ, સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ – તેમના બહુમુખી વ્યક્તિત્વનાં કેટલાં પાસાં પ્રત્યે અહોભાવ દર્શાવું?
તેઓ “આનન્દઘનના અધ્યેતા, અમે ‘આનન્દવર્ધનના. એટલે “માનઃ મનસિ તપતાં પ્રતિષ્ઠામ' લોચન, અભિનવગુપ્ત) – “સદા સર્વદા આનન્દ, મનમાં પ્રતિષ્ઠા પામો, તેમનાં કાર્યો અવલોકીને, તેમના સમિત વદનને નિરખીને, અને તેમની કીર્તિ સાંભળીને – એવી શુભેચ્છા પાઠવું છું. આચાર્ય હેમચન્દ્રના પ્રશિષ્ય નાટ્યદર્પણકાર રામચન્દ્ર પ્રબન્ધશતકર્તા કહેવાતા. કુમારભાઈ પણ પ્રબંધશતકર્તા બને તેવી ઈશ્વરને પ્રાર્થના. એક શુદ્ધ સારસ્વત તરીકે તેમનું તપ વધતું રહે અને સ્વાસ્થપૂર્ણ અને સાર્થક એવું સો સાલનું તેમનું આયુષ્ય થાય, તેમનો વિદ્યા સંસ્કારવારસો તેમના કુટુંબમાં અને આપણા ગુજરાતી સમાજમાં સુપ્રતિષ્ઠિત અને ચિરવર્ધમાન બને તેવી શુભેચ્છા અને આશીર્વાદ સાથે વિરમીશ.”
શિવામ્બે પત્થાનઃ સન્ત !
412 વદનં મધુરમ, હસિતં મધુરમ