________________
જીવનમાંથી પ્રસંગોચિત અને ચોટદાર દૃષ્ટાંતો, કદીક લંગોક્તિ કે કટાક્ષ દ્વારા સમાજને માટે શ્રેયસ્કર નીવડે તેવા પ્રેરણાદાયક વિચારો ને કથાનકો વાચકને હૈયે વસી જાય તે રોચક શૈલીમાં રજૂ થતી એ લેખમાળા પત્રકારત્વના ક્ષેત્રમાં અપૂર્વ કહી શકાય તેવી ઘટના છે. ‘ઈટ અને ઇમારત' ઉપરાંત ગુજરાત સમાચારમાં ‘આકાશની ઓળખ', પારિજાતનો પરિસંવાદ, ‘ઝાકળ બન્યું મોતી’ અને ‘રમતનું મેદાન એ તેમની ચાર સાપ્તાહિક લેખમાળાઓએ પણ વિશાળ વાચકવૃંદ ઊભું કરેલ છે એ હકીકત સુવિદિત છે.
સાહિત્યના ક્ષેત્રમાં કુમારપાળનું અત્યંત મહત્ત્વનું પ્રદાન ધર્મ અને તત્ત્વજ્ઞાન અને વિશેષ કરીને જૈન ધર્મ અને જૈન સાહિત્યને આવરી લે છે. એમનાં અંગ્રેજી, હિંદી અને ગુજરાતી પુસ્તકો અને પ્રવચનોએ કુમારપાળને માટે જૈન ધર્મ અને જેને તત્ત્વજ્ઞાનના એક અધિકારી લેખક તરીકે આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અંકે કરી આપ્યું છે. એટલું જ નહિ, પરંતુ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો અંગે પરદેશી પ્રજાઓમાં શ્રદ્ધેય સમજ અને જાણકારી વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
રમતગમત અને વિશેષ કરીને ક્રિકેટની રમત એ પણ કુમારપાળના રસ અને રુચિનું ક્ષેત્ર રહેલ છે. ગુજરાત સમાચારમાં પ્રગટ થતી તેમની રમતનું મેદાન' નામની સાપ્તાહિક લેખમાળાનો ઉલ્લેખ તો ઉપર કરવામાં આવેલો જ છે. ભારતીય ક્રિકેટ’ (ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં) ક્રિકેટના વિશ્વવિક્રમો અને ક્રિકેટ રમતા શીખો' એ પ્રકાશનો તેમજ અંદાજે ૩૦૦ ઉપરાંત કાર્યક્રમો – જાહેર વ્યાખ્યાનોપરિસંવાદો અને રેડિયો-ટી.વી. પર પ્રસારિત થતા તેમના વાર્તાલાપો અને સમીક્ષાઓ માટે પણ જરૂરી સમય અને શક્તિ ફાજલ પાડી શકે તેનું રહસ્ય રમતગમતના ક્ષેત્રે ડો. કુમારપાળના જીવંત રસ અને રુચિમાં જ સમાયેલું જણાય છે.
લેખક કુમારપાળ અને પત્રકાર કુમારપાળના પારસસ્પર્શનો લાભ ગુજરાતમાં અને ગુજરાતની બહાર સમાજના ઉત્કર્ષ માટે ઉમદા પ્રદાન કરી રહેલ સાહિત્યની, શિક્ષણની, સંસ્કૃતિની, જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓને મળતો રહ્યો છે. તેમાં યુનિવર્સિટી અને કૉલેજોમાં વિદ્યાર્થીઓના વર્ગો અને વર્તમાનપત્રોનાં માધ્યમો ઉપરાંત જાહેર વ્યાખ્યાનોના માધ્યમનો વિનિયોગ વ્યાપક ધોરણે કરીને શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇત્યાદિ ક્ષેત્રોમાં સમાજના વિવિધ વર્ગોમાં લોકશિક્ષણનું કાર્ય કરવાની કુમારપાળને સારી ફાવટ છે. તેનું રહસ્ય તેમની બહુશ્રુતતા, ભાષાપ્રભુત્વ અને રોચક વસ્તૃત્વશક્તિમાં રહેલું છે અને તેમની વિદ્વત્તા, ચિંતનશીલતા અને વાવૈભવના લાભો લેવા માટે તેમને ભારતની તેમજ પરદેશની અનેક ખ્યાતનામ સંસ્થાઓ તરફથી નિમંત્રણ મળતાં જ રહે છે. આ સંદર્ભમાં જૈન ધર્મ, જેને સંસ્કૃતિ અને જૈનદર્શનને લગતી વ્યાખ્યાનમાળાઓ માટે તેમણે જે પચીસેક જેટલા દેશોનો
466 અનુદ્ધત પુરુષ