________________
મધ્યમ કદનો બાંધો, નમણી મુખાકૃતિ, તેજસ્વી નયનો, વદનકમળ પર સદેવ વિલસતું સ્મિત અને તેમાંથી પ્રગટ થતાં સ્નેહાળ પ્રકૃતિ, મૃદુ અવાજ, સંસ્કારી વાણી અને ઋજુરીતભાત - એ તમામ લક્ષણોનો સરવાળો કરતાં જે છબિ પ્રગટ થાય તેવા પ્રસન્નમધુર વ્યક્તિત્વના તેઓ માલિક છે. મહાકવિ કાલિદાસે યથાર્થ જ કહ્યું છે : “ગતિ ન થતા” ફોઈબાએ નામ પણ કુમારપાળ) પાડેલ છે.
આ લખું છું ત્યારે મારા મનમાં આજથી પચાસેક વર્ષો પહેલાં કુમારપાળ સાથે મારી સૌપ્રથમ મુલાકાત થઈ હતી તેનું સ્મરણ તાજું થઈ આવે છે. તે વખતે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ વિભાગમાં હું કામ કરતો હતો. હેમંત ઋતુની એક સમી સાંજે મારા મુરબ્બી ને સહૃદયી મિત્ર સ્વ. શ્રી બાલાભાઈ દેસાઈ(જયભિખ્ખની એક ટૂંકી વાર્તા “વસ્ત્રાર્ધ “નવી નવલિકા" એ શીર્ષક હેઠળના કાર્યક્રમમાં પ્રસારિત થઈ ગયા પછી તેમણે મને તેમના ઘેર આવવા નિમંત્રણ આપ્યું હતું. અમદાવાદના વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાસે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા માદલપુર ખાતે આવેલા તે વખતના તેમના નિવાસસ્થાને અમે પહોંચ્યા કે તરત જ દસેક વર્ષનો એક તેજસ્વી કિશોર સ્વ. જીવરામ જોશીલિખિત મિયાં ફુસકી'ની એક પુસ્તિકા વાંચતો હતો તે તરત જ ઊભો થઈને દોડ્યો અને શ્રી જયભિખ્ખને ગળે બેઉ હાથ દઈને લટકી પડ્યો. એ હૃદયંગમ દૃશ્ય હું હસતાં હસતાં નિરખી રહ્યો હતો. તેમાં એ કિશોરના પિતૃપ્રેમ અને વાંચન પ્રત્યે તેની રસરુચિની સહર્ષ માનસિક નોંધ લીધા સિવાય હું રહી શક્યો નહિ. પુત્રનાં લક્ષણ પણ પારણામાં !
તે પછી તેમની વિદ્યાર્થી તરીકેની તેજસ્વી કારકિર્દી ૧૯૬૫ના વર્ષમાં સમાપ્ત થયા પછી જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી વિકસતી જતી તેમની પ્રતિભા અને તેમાંથી નિષ્પન્ન થતાં જે સુફળ ગુજરાતને અવિરતપણે પ્રાપ્ત થતાં રહ્યાં છે તેના નિકટવર્તી સાક્ષી થવાનું સદ્ભાગ્ય મને મળેલ છે. અધ્યયન અને અધ્યાપન એ તેમની મનગમતી મુખ્ય પ્રવૃત્તિ રહેલ છે. અમદાવાદની લબ્ધપ્રતિષ્ઠ નવગુજરાત કૉલેજમાં ૧૯૬૫માં ગુજરાતીના લેક્ટરરના પદથી પ્રારંભ થયેલી તેમની વિદ્યાયાત્રા તેમને ૧૯૮૩માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ખેંચી લાવી અને ત્યાં તેમણે ક્રમશઃ લેક્ઝરર, રીડર અને પ્રાધ્યાપકનાં પદ પ્રાપ્ત કર્યા પછી તેઓ તે ભવનના ગુજરાતી વિભાગના વડા તરીકે નિમાયા અને ૨૦૦૧ના વર્ષમાં તેઓ વિદ્યાભવનના અધ્યક્ષપદે નિયુક્ત થયા. ત્યારે ગુજરાતના મૂર્ધન્ય કવિ અને જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા સ્વ. શ્રી ઉમાશંકર જોશી અને ખ્યાતનામ વિવેચક સ્વ. પ્રો. અનંતરાય રાવળ જેવા સમર્થ પ્રાધ્યાપકોના અનુગામી અધ્યક્ષ તરીકે વિદ્યાભવનની ઉચ્ચ પરંપરાને શોભે તેવા અધ્યક્ષ યુનિવર્સિટીને સાંપડી રહ્યાનો સંતોષ ઉચ્ચ શિક્ષણ સાથે નિસબત ધરાવતા ગુજરાતના અનેક સુશિક્ષિતોએ અનુભવ્યો.
464
અનુદ્ધત
પુરુષ