________________
દરમ્યાન નવગુજરાત કૉલેજમાં તેમનું અધ્યાપનકાર્ય કરતાં કરતાં “આનંદઘન : એક અધ્યયન” એ વિષય પસંદ કરીને ગુજરાતના જાણીતા વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને તેમણે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી એટલું જ નહિ પણ સંશોધનના ક્ષેત્રમાં સતત કાર્યરત રહીને ‘ઉત્કૃષ્ટ સંશોધન માટેનો પ્રતિષ્ઠિત કે. જી. નાયક સુવર્ણચંદ્રક બે વખત પ્રાપ્ત કર્યો. એક જ ચંદ્રકના બે વખત વિજેતા બન્યાનો અન્ય કોઈ વિક્રમ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં નોંધાયો નથી.
અધ્યાપન અને સંશોધનના ક્ષેત્રે કુમારપાળની યશસ્વી સેવાઓની કદર રૂપે ગુજરાત યુનિવર્સિટીની ગુજરાતીની અભ્યાસ સમિતિએ પોતાના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરી તો વિનયન વિદ્યાશાખાએ પણ તેમને પોતાના ડીન તરીકેના સર્વોચ્ચ પદે તેમની વરણી કરી. કૉલેજના લેક્ટરર-પદથી માંડીને અનુસ્નાતક વિદ્યાભવનના અધ્યક્ષના અને વિદ્યાશાખાના ડીનના પદ સુધીની ડૉ. કુમારપાળની વિદ્યાયાત્રા અત્યંત યશસ્વી રહી છે એ નિઃશંક છે.
અધ્યયન-અધ્યાપન અને સંશોધનની પ્રવૃત્તિઓની સાથેસાથે ડો. કુમારપાળ દેસાઈની લેખનપ્રવૃત્તિ પણ સમાંતર ચાલતી રહી છે. માત્ર ૧૧ વર્ષની વયે બાળકોના સાપ્તાહિક ‘ઝગમગ' માટે તેમણે લખેલ એક દેશભક્તની કાલ્પનિક સાહસકથાથી પ્રારબ્ધ થયેલ તેમની સાહિત્યસાધના પચાસ વર્ષથી પણ વધુ લાંબા સમયપટ પર પથરાયેલી રહી છે અને જુદા જુદા વિષયો પર અંદાજે ૧૦૦ કરતાં પણ વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમના નામે જમા થયેલ છે. કુમારપાળને અત્યંત પ્રિય તેવી ક્રિકેટની પરિભાષામાં કહીએ તો સાહિત્યજગતમાં તેમણે સદી નોંધાવી છે. તેમની પ્રાસાદિક કલમ બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્ય ઉપરાંત, જીવનચરિત્રો, નિબંધો, નવલિકાઓ, વિવેચનલેખો, ધર્મ અને તત્ત્વજ્ઞાન પરના ચિંતનલેખો, રમતગમતની સમીક્ષાઓ, સંશોધનલેખો, સંપાદનો ઇત્યાદિ અનેક ક્ષેત્રોમાં વિહરેલી જોઈ શકાય છે.
લેખક કુમારપાળ અને પત્રકાર કુમારપાળને કદાપિ જુદા પાડી શકાય તેમ નથી. ગુજરાતના જાણીતા દેનિક ગુજરાત સમાચારમાં છેક ૧૯૫૨માં તેમના પિતા શ્રી જયભિખ્ખની પ્રાસાદિક કલમ વડે પ્રારબ્ધ ઈટ અને ઇમારતની ભારે લોકપ્રિય નીવડેલી સાપ્તાહિક લેખમાળા ૧૯૬૯માં તેમના દુઃખદ અવસાન પછી ગુજરાત સમાચાર'ના દૃષ્ટિવંત તંત્રી શ્રી શાંતિભાઈ શાહના આગ્રહથી કુમારપાળે પણ એટલી જ ક્ષમતાથી ચાલુ રાખી છે. અર્ધી સદી કરતાં પણ વધુ લાંબા સમયપટ પર પથરાયેલ આ લેખમાળા તેના વિષયવૈવિધ્ય માટે જેટલી જાણીતી છે એટલી જ તેના માંગલ્યપૂર્ણ દૃષ્ટિકોણ અને સામાજિક દૃષ્ટિએ તેના વિધેયાત્મક અભિગમને માટે જાણીતી છે. ઇતિહાસ, પુરાણ, ધર્મ, તત્ત્વજ્ઞાન અને દેશ-વિદેશના સાહિત્ય, લોકકથા કે રોજિંદા
465. કંચનભાઈ ચં. પરીખ