________________
આવ્યા. યુનિવર્સિટીમાં પણ એમની પદોન્નતિ સતત થતી રહી છે. આજે એ ગુજરાતી ભવનના વડા ઉપરાંત વિનયન વિદ્યાશાખાના ડીન પણ છે. હવે માત્ર એમણે કુલપતિપદે પહોંચવાનું બાકી છે. એની સાથે મેં પણ થાય એટલો વિકાસ કર્યો છે. પત્રકારત્વનાં પુસ્તકોની બાબતોમાં પણ અમે સમાંતર રસ્તે ચાલ્યા છીએ. ફરક એટલો કે એમનાં પુસ્તકોમાં વિષયનું જે વૈવિધ્ય છે એ હું મેળવી નથી શક્યો.
મને બરોબર યાદ છે કે વરસો પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે સાહિત્ય અને પત્રકારત્વ વિષય પર એક મોટો પરિસંવાદ યોજાયો હતો. એની પાછળના આયોજનમાં જેમનું પીઠબળ હતું એમાં કુમારભાઈ મુખ્ય હતા. આ પરિસંવાદમાં ગુજરાત ઉપરાંત મુંબઈના
ખ્યાતનામ પત્રકારોએ પણ ભાગ લીધો હતો. મુંબઈથી વાડીલાલ ડગલી પણ ખાસ પધાર્યા હતા. પરિસંવાદ બિલકુલ વ્યવસ્થિત હતો. એમાં જેમણે સંશોધનપત્રો રજૂ કરેલા એ બધા અગાઉથી લેખિત રૂપે મેળવી લેવાયા હતા. પાછળથી એનું પુસ્તક રૂપે પ્રકાશન પણ થયું હતું. આજે પણ પત્રકારત્વના વિદ્યાર્થીઓ એ રસપૂર્વક વાંચે છે. આ પુસ્તક એટલું લોકપ્રિય થયું છે કે તાજેતરમાં એની બીજી આવૃત્તિ પણ બહાર પડી છે.
કુમારભાઈ ગુજરાતીના અધ્યાપક છે. ગુજરાતી ઉપરાંત પત્રકારત્વનું અધ્યયન પણ એમણે સફળતાપૂર્વક કર્યું. ઉપરાંત એમની કટાર ઈંટ અને ઇમારતમાં મુખ્યત્વે આધ્યાત્મિક કટાર છે. એમાં એ સામાન્ય વાચકને પણ રસ પડે એ રીતે પ્રસંગો વર્ણવે છે. આ પ્રસંગોમાંથી કોઈને કોઈ બોધ નીકળે છે. પણ આ કટાર લાઉડ નથી બની. વાચકને ખબર પણ ન પડે એ રીતે એનો પ્રવાહ ખેંચી જાય છે. ઉપરાંત કટારના વિષયને અનુરૂપ એવો ઉર્દૂ શેર પણ કટારની વચ્ચે બોક્ષ બનાવીને મૂકે છે. મૂળ આ કટાર એમના પિતા સ્વ. જયભિખ્ખએ શરૂ કરી હતી. કુમારપાળે એની ગુણવત્તા જાળવી રાખી છે. પરિણામે એની લોકપ્રિયતા પણ અગાઉ જેટલી જ અકબંધ છે. આ ઉપરાંત આશ્ચર્યજનક રીતે ગુજરાત સમાચારમાં ક્રિકેટની કૉલમ પણ એ લખે છે. એક બાજુ આધ્યાત્મિક લેખો લખવા અને બીજી બાજુ ક્રિકેટ જેવી રમત વિશે લખવું એમાં થોડો વિરોધાભાસ લાગે છે. હું હંમેશાં માનું છું કે ભારત જેવા ગરીબ અને પછાત દેશ માટે ક્રિકેટની રમત એ એક પ્રકારનો વૈભવ છે. આપણા દેશનો પુષ્કળ સમય એમાં વેડફાય છે. સરકારી કર્મચારીઓ ચાલુ
ઑફિસે ક્રિકેટની કોમેન્ટરી સાંભળવામાં મશગૂલ હોય છે. આ અંગે અમારા પ્રમાણિક મતભેદોને લઈને અમે રૂબરૂ મળીએ ત્યારે આ વિશે કલાકો સુધી ચર્ચા પણ કરીએ છીએ. અમારો બીજો મતભેદ એમની આધ્યાત્મિક કટાર અંગે છે. એક વાર અમે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ વારાફરતી આ અંગે અમારા વિચારો વ્યક્ત કર્યા હતા. એ દરમ્યાન કુમારપાળે એક આશ્ચર્યજનક
435 યાસિન દલાલ