________________
વિશ્વવિહાર સંપર્ક પત્રિકાનું નિયમિત પ્રકાશન અને વિશ્વકોશ ટ્રસ્ટના નેજા હેઠળ અગિયાર જેટલાં અન્ય ઉપયોગી પ્રકાશનો પણ શક્ય બન્યાં છે. આ બધાંની સફળતામાં અન્ય ઘણા મહાનુભાવો અને વિદ્વાનો ઉપરાંત ડૉ. કુમારપાળ દેસાઈનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો છે.
આ વિશ્વમાં બે પ્રકારના માણસોનું સહઅસ્તિત્વ હોય છે – એક એવા માણસો જેમના વિશે પ્રયત્ન કે મથામણ કરવા છતાં કશું સારું બોલાય કે લખાય નહિ અને બીજા એવા કે જેમના વિશે ખરાબ બોલવા કે લખવા જતાં જીભ કે કલમ સાથ આપશે નહિ. આમાંથી ડૉ. કુમારપાળ દેસાઈ બીજા વર્ગમાં મુકાય તેવી વ્યક્તિ છે.
તેમનું શારીરિક અને માનસિક સ્વાચ્ય અકબંધ રહો એ જ અભ્યર્થના!
459 બી. એમ. મૂળે