________________
if thi..
બહોળા પરિવારના સભ્ય
વર્ષ ૧૯૬૦ના અંતમાં હું કાયમી વસવાટ માટે અમદાવાદ આવ્યો. ૧૯૮૦ના જૂનમાં હું અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજના આચાર્યપદે જોડાયો અને ત્યારપછીનાં ૩-૪ વર્ષ સુધી ડૉ. કુમારપાળ દેસાઈને મળવાનું બન્યું નહિ. તેમના વિશે ખૂબ સાંભળેલું તેથી તેમને મળવાની ઇચ્છા વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. હું અર્થશાસ્ત્રના અધ્યાપક તો ડૉ. કુમારપાળ ગુજરાતી ભાષાના અધ્યાપક, તેથી અમારી વચ્ચે મુલાકાતનો મેળ પડે જ નહિ. તે અરસામાં તેઓ નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષય શીખવતા. નવગુજરાત કૉલેજોના સંકુલના વડા એમ. સી. શાહ સાહેબ સાથે મારો અંગત ગાઢ પરિચય અને તેથી તેમના એમ. કોમના વર્ગોમાં હું દર અઠવાડિયે એક વાર ભણાવવા જતો, પરંતુ તે વર્ગો સાંજના સમયમાં લેવાતા હતા. એક વાર એલ. ડી. આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી મંડળના નેજા હેઠળ કોઈક લોકપ્રિય વક્તાનું વ્યાખ્યાન યોજવાનું નક્કી થયું અને તે માટે સર્વાનુમતે ડૉ. કુમારપાળ દેસાઈની વરણી થઈ. મેં આ તક ઝડપી લીધી અને તેમને આમંત્રણ આપવાની જવાબદારી મારા શિરે ઉપાડી લીધી. આ વાત ૧૯૮૩-૮૪ના અરસાની હશે. ત્યાં સુધી તો કુમારપાળ નવગુજરાત કૉલેજ છોડીને ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાઈ ગયા હતા. ભાષાભવનમાં હું તેમને મળવા ગયો અને જે નિખાલસતાથી અને સહજતાથી તેમણે અમારું
બી. એમ. મૂળે
457