________________
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ચેરમેન તરીકે એમની સાથે કાર્ય કરવામાં મને હંમેશાં આનંદ આવ્યો. અમદાવાદમાં શ્રી અરવિંદભાઈ પનાલાલ જેવી વ્યક્તિના પરિચયમાં તેમને કારણે આવવાનું બન્યું. એ રીતે શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, શ્રી યુ. એન. મહેતા સાથે પણ ગાઢ સંબંધો બંધાયા. બીજી અનેકવિધ જવાબદારીઓ સંભાળતા હોવા છતાં જે નિસ્પૃહભાવે એમણે આ સંસ્થાનું કાર્ય કર્યું છે, તે મારે માટે વિશેષ આનંદની વાત છે.
અમારા આ સંબંધો કાર્યની સાથે જોડાયેલા તો રહ્યા, પણ એની સાથોસાથ એમની સાથે લાગણીનો તંતુ પણ જોડાયેલો રહ્યો અને એને પરિણામે મને હંમેશાં લાગ્યું છે કે કુમારપાળ એટલે આગળ નહિ પણ સાથે ચાલનારી એક અનોખી વ્યક્તિ. એમના કાર્ય અંગે આપે જે પ્રકાશન યોજ્યું છે તેમાં સામેલ થવાની આપે મને જે તક આપી છે, તેને માટે અંગત રીતે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનૉલોજીના ચેરમેનની રૂએ હું આપનો આભારી છું.
ચૅરમેન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી (બ્રિટન-ભારત) અને ઉદ્યોગપતિ
445 રતિલાલ ચંદરયા