________________
I've seen Dr. Kumarpal Desai, in his Gujarat Vishvakosh chamber reading, writing, dictating and listening - all at a time. There's something Roman about this ‘Aristotle', let me say, without exaggeration – a fact to be willingly accepted. He glides into immortality step by step.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી અને
ગુજરાતી વિશ્વકોશની લગભગ ૨૫ ગ્રંથોમાં બેનમૂન ગુલાબ પ્રસરતી ગ્રંથશ્રેણીના સંપાદનની ઝીણી-મોટી તમામ
બાબતોમાં તેના મુખ્ય સંપાદક અને ટ્રસ્ટી ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે, ગાંધીના “મહાદેવભાઈ કે ડૉ. જ્હોન્સનના બોઝવેલની ફરજ અદા કરતાં એક અપ-ટુ-ડેટ’ અક્ષરસેવક એટલે ડૉ. કુમારપાળ. વિશ્વકોશ પરિવારના ૫૦ plus સભ્યો, તે તે માસના શભજન્મ દિન ઉજવણીના છેલ્લા બુધવારે એકઠા થાય ત્યારે તેમના અભિનંદનના હાથ વ્યક્તિગત
પ્રેરણા અને લાગણી આપે છે તેનો હું સાક્ષી રહ્યો છું. વિનોદચંદ્ર પ્ર. ત્રિવેદી
હાજર રહેનાર સૌ કોઈને થાય કે કુમારપાળ તેમના છે અને તેથી તેમની હાજરીમાં પોતે મોટા બન્યા છે તેવી પળ અનુભવે છે. આ લખનારે એવું કહ્યાનું યાદ છે કે કુમારપાળે અત્યાર સુધી જેટલા શબ્દો(written words)નું લેખન કર્યું છે તેનો માત્ર ઉતારો કરવાનો હોય તો પણ વરસોનાં વરસ લાગે ! વળી તેમનો દેશ
454