________________
મૈત્રીનો આરંભકાળ
ડા. કુમારપાળ દેસાઈ એટલે ગુજરાતી સાહિત્યના અનુપમ સર્જક. સર્જનમાં વિવિધ ક્ષેત્રે, વિવિધ સ્વરૂપે તેમણે ગુજરાતી ભાષામાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. પછી તે વિવેચન હોય કે સંપાદન, અનુવાદ હોય કે અધ્યાપન, તેમની કલમનો કસબ અને વક્તવ્ય અનોખાં છે. તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ તેમની તેજસ્વી પ્રજ્ઞાનું દર્શન કરાવે છે.
શ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્યનું ગૌરવવંતું નામ... હવે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
છેલ્લાં ઘણાં વર્ષોથી એમને ઓળખું છું. એમણે નડિયાદમાં અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પરિષદની મિટિંગોમાં અવારનવાર એમનું સાંનિધ્ય પ્રાપ્ત થયું છે. એમના સહૃદયી-માયાળુ-મિલનસાર સ્વભાવે મને આકર્ષ્યા છે. - શિક્ષણ સંસ્કાર અને સાહિત્યનું સર્જન એ તેમના જીવનનો મંત્ર છે. સમાજસેવા અને જીવનઘડતર સાથે ધર્મદર્શન અને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો તેમણે સતત પરિશ્રમ કર્યો છે. તેનો હું સાક્ષી છે. તેઓ સાથેના સંબંધ અને સંપર્કના સેતુ કાયમ રહ્યા છે. પ્રસન્ન મુદ્રા અને નિરભિમાની વ્યક્તિત્વ એ તેમની ઓળખ છે. સહુને મિત્ર રૂપે મદદ કરવાની ખેવના તેમના અંતરમાં અખૂટ ભરી છે.
એ સમયે રઘુવીરભાઈ ચૌધરી, કુમારપાળ
પ્રફુન્ન ભારતીય
451