________________
ધીરુભાઈ ઠાકરની સાથે એ પણ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આ ટ્રસ્ટના મુખપત્ર ‘વિશ્વવિહાર'નું સંપાદન પણ ધીરુભાઈ ઠાકર અને કુમારપાળ કરે છે. વિશ્વકોશના અત્યાર સુધી ૧ થી ૧૮ ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં એનસાઇક્લોપીડિયા ક્ષેત્રે આ પ્રથમ નોંધપાત્ર પ્રયોગ છે.
સૌથી વિશેષ આનંદ એ વાતનો છે કે એ વરસોથી મારા અંતરંગ મિત્ર છે. ત્રણ વરસ પહેલાં મને અકસ્માત નડ્યો ત્યારે હૉસ્પિટલમાં નિયમિત એમનાં પત્ની સાથે મારી ખબર પૂછવા પણ આવતા હતા. મારી પત્ની તથા પુત્રીઓને મારી સારવારમાં આ દંપતીએ મદદ પણ કરી હતી. આનો મતલબ એ થયો કે કુમારપાળ એક સારા લેખક હોવા ઉપરાંત નખશિખ સજ્જન પણ છે. એ માત્ર માનવધર્મની કૉલમ ઈંટ અને ઇમારત’ લખીને અટકી જતા નથી પણ માનવધર્મ બજાવી પણ જાણે છે. આમ એમનું લેખન એમના વ્યક્તિત્વમાં પણ પ્રગટ થાય છે. પદ્મશ્રીનો એવૉર્ડ મેળવીને એમણે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ બંનેની શાન વધારી છે.
438
સાહિત્ય અને પત્રકારત્વની શાન