________________
કરી કે “સાડ * *
-
મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક
અમારપાળ દેસાઈ એટલે ત્રિમુખી પ્રતિભા. સાહિત્યના સમર્થ સર્જક, ઉમદા કેળવણીવિદ અને મૂલ્યનિષ્ઠ પત્રકાર.
ગુજરાત સમાચારમાં ‘આકાશની ઓળખ', ‘ઝાકળ બન્યું મોતી', રમતનું મેદાન', પારિજાતનો પરિસંવાદ' જેવી વિવિધ કૉલમો આજે પણ તેઓ અવિરત લખી રહ્યા છે. ગુજરાત સમાચારમાં સૌથી વધુ કૉલમો નિયમિત લખનાર તે એકમાત્ર પત્રકાર છે. તેમની આ કૉલમોમાં વિષય-વસ્તુ શિષ્ટ અને સંસ્કારી હોય છે. ક્યારેય તે દ્વિઅર્થી, હલકું સાહિત્ય લખતા નથી. સમાજને ઉપકારક ધ્યેયલક્ષી સર્જન એ તેમનું પ્રથમ લક્ષણ છે.
ગુજરાત ટાઇમ્સ સાથે એમના પિતા જયભિખુ અને કુમારપાળનો સાહિત્યિક સંબંધ ખૂબ જૂનો છે. ગુજરાત ટાઇમ્સ'ના આદ્યસ્થાપક તંત્રીશ્રી માણેકલાલભાઈ સાથે જયભિખ્ખને આત્મીય સંબંધ હતો. તેમની કૉલમની પ્રસાદી વર્ષો પર્યત ગુજરાત ટાઇમ્સના પૃષ્ઠ પીરસાતી રહી હતી. પિતાના પગલે પુત્ર કુમારપાળે માણેકલાલભાઈના જ્યેષ્ઠ પુત્ર વિનુભાઈ તથા તેમના લઘુબંધુ શ્રી કનુભાઈ સાથે પિતાના સંબંધને ધબકતો રાખ્યો. પાંદડું અને પિરામિડ' કૉલમે તો કમાલ કરી. ખેડા જિલ્લાનાં લાખો લોકોને મોહિત કર્યા. આજેય એ કૉલમ એનું સ્થાન અને સન્માન શોભાવી રહી છે.
‘ગુજરાત ટાઇમ્સમાં પ્રગટ થતી પાંદડું અને પિરામિડનામક કૉલમ તો સુવર્ણજયંતી ઊજવે તેમ
| વિનુભાઈ એમ. શાહ
439