________________
જીવનની ઈંટ અને ઈમારતના સર્જક
ઝડપભેર એક પછી એક એમ અનેક પ્રદેશો પર વિજય મેળવી રહેલા સિકંદર માટે એમ કહેવાતું કે તેણે કયા દેશ જીતી લીધા એમ નહિ પણ ક્યા બાકી રહ્યા એ સવાલ કહેવાય, એમ શ્રી કુમારપાળભાઈએ જીવનમાં એક પછી એક એમ એટલા બધા એવૉર્ડ અને પારિતોષિકો મેળવેલાં છે કે હવે ક્યાં બાકી રહ્યાં – એવો પ્રશ્ન થાય. એક જ વ્યક્તિને એક જ સ્થાને આટલા બધા એવૉર્ડ જોઈને કોઈ વિચારમાં પડે છે કે આનું કારણ શું? હા, સમજાયું. બધાં એવૉર્ડ-પારિતોષિકોની મિટિંગમાં વિચાર ચાલ્યો કે ખાસ પ્રસંગે આપણે બધા જલદી મળી શકીએ તે માટે કોઈ સંસ્કાર-સુગંધવાળા સ્થળે આપણે બધાં સાથે રહી જઈએ તો કેમ ? ઠરાવ પસાર થયો અને તે બધાં ડૉ. કુમારપાળ દેસાઈના સાંનિધ્યમાં વસી ગયાં!
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, ધર્મદર્શન જેવાં ક્ષેત્રમાં પદ્મશ્રી' સહિત અનેક એવોર્ડ અને પારિતોષિકો જે વિપુલ સંખ્યામાં ડો. કુમારપાળે મેળવ્યાં છે તેટલાં ભાગ્યે જ ભૂતકાળમાં કે હમણાં કોઈએ મેળવ્યાં હોય. આવી વિરલ ઘટના કે સિદ્ધિનું શું રહસ્ય છે?
પિતાશ્રી જયભિખ્ખએ સને ૧૯પરમાં ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત' નામની કૉલમ લખવી શરૂ કરી. સને ૬૯માં તેમનું અવસાન થઈ જતાં, તંત્રીશ્રીના નિમંત્રણથી સુપુત્ર શ્રી કુમારપાળભાઈએ તે ચાલુ રાખી. અનેક મહાન પુરુષોએ પોતાના ઉચ્ચ જીવનરૂપી ઇમારતનું ઈંટ
ભલૂકસંદ ૨. શાહ
(કામદાર)
307