________________
તેઓનાં પિતાનો તથા માતાનો. કોઈ પણ પ્રસંગે તેઓને મળ્યા વગર અથવા તો તેઓની સલાહ વગર આગળ વધવાનું જ નહીં, ત્યાં સુધી કે એન્જિનિયર થયા બાદ પણ પ્રથમ ક્યાં સર્વિસે જવાનું તે પણ તેમના પિતાએ જ નક્કી કર્યું હતું. તેઓનાં માતુશ્રી એટલે સ્વસ્થતાનું સરનામું. તેમના માટે કોઈ વ્યક્તિ અલાયદો નહીં કે કોઈ જુદો નહીં. આવા વાતાવરણમાં થયેલો તેમનો ઉછેર દીપકમાં
જ્યોત પ્રમાણે ઝગમગી રહ્યો. તે દરમ્યાન કુમારપાળ વાચન અને લેખનની અનેક પ્રવૃત્તિમાં સતત ડૂબેલા જોવા મળતા. ખૂબ જ શરમાળ પ્રકૃતિ અને ગાઢ આત્મીયતા તેમના લોહીમાં જ.
આ દરમ્યાન તેમના પિતાશ્રીએ મને નોકરીમાંથી રાજીનામું આપીને અંગત સાહસ કરી વ્યવસાય કરવાની સલાહ આપી. જો એ સ્વીકારી ન હોત તો અત્યારે આટલી પ્રગતિ પ્રાપ્ત કરી છે, તે થઈ ન હોત. આ તેમના કુટુંબનો અમારા પરનો ઉપકાર. કુમારપાળની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી અને અમે એ પ્રવૃત્તિથી અલગ હોવા છતાં એમના દરેક પુસ્તકની પ્રત અચૂક પહોંચાડે અને તે રીતે તેઓની સાહિત્યિક પ્રવૃત્તિથી માહિતગાર રાખતા રહે. બિલકુલ અભિમાન નહીં અને પ્રવૃત્તિનું ગુમાન પણ નહીં. આ રીતે કુમારપાળની સર્જનયાત્રા વિશાળ ફલકને આંબતી રહી. આજે એમના પિતાશ્રી હાજર હોત તો તેઓ કેટલા બધા ખુશ થયા હોત! લાલ ગુલાબથી કુમારપાળ વધુ ખ્યાતિ પામ્યા‘આનંદઘનજીનાં પદો અને સ્તવનોથી અને અનેક હસ્તપ્રતોના અભ્યાસથી તેઓએ પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી અને યોગી આનંદઘનજીના કવિત્વની આછેરી ઝલકનો પ્રકાશ સમાજને આપ્યો.
કુમારપાળની હરણફાળમાં એમના સમગ્ર કુટુંબનું યોગદાન રહ્યું છે. પ્રતિમાબહેન પણ હરહંમેશ તેઓની સાથે દોડતાં રહ્યાં અને સથવારો આપતાં રહ્યાં ! કુટુંબભાવના અનેરી. કુમારભાઈને ત્યાં જ સોસાયટીની મિટિંગો થાય અને તેમનું માર્ગદર્શન મળે. અત્યંત સૌમ્યતાથી અનેકની સાથે પ્રેમથી કુમારભાઈને કાર્ય કરતા જોવા તે પણ એક આનંદદાયક બાબત છે. સોસાયટીમાં પ્રેમાળ વાતાવરણ અને કુટુંબભાવનાનું સર્જન તેમના થકી જ થયું અને થઈ રહ્યું છે. દરેકની આગતા-સ્વાગતા એક સૌરાષ્ટ્રના નરકેસરીને શોભે તેવી. પિતા તથા માતાનાં સંસ્કારસિંચન અને આતિથ્ય તેઓમાં પણ મળે. વક્તા તરીકે બોલવાની રીત એવી કે સાંભળતાં જ રહીએ અને એકાદ-બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના પડે. તેઓના સંસ્કાર પણ ગજબના. કુમારપાળ વિદેશના પ્રવાસે જાય ત્યારે તેમનાં માતુશ્રીને પછી પણ પહેલાં મારાં માતુશ્રીને પગે લાગીને આશીર્વાદ મેળવીને જાય. મારાં માતુશ્રી ૯૭ વર્ષનાં હતાં, ત્યાં સુધી તેઓ નમ્ર ભાવે વિદેશ જતાં પૂર્વે અચૂક આવે. આટલી આત્મીયતા અમારા પરિવાર સાથે એમની છે.
બીજા તબક્કા દરમ્યાન અંગત રીતે ઘણું મળવાનું થયું. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે, કારોબારીના સભ્યો તરીકે અગર બીજી અનેક રીતે તેઓનો પરિચય વધતો જ રહ્યો. તેઓની
379. અનિલ ગાંધી